GSTV
Home » News » દરોડા પાડો તે પહેલા અમને જાણ કરો ચૂંટણી પંચનો એજન્સીઓને આદેશ

દરોડા પાડો તે પહેલા અમને જાણ કરો ચૂંટણી પંચનો એજન્સીઓને આદેશ

લોકસભાની ચૂંટણી સમયે જ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથના સહયોગીઓને ત્યાં આઇટી વિભાગના આશરે ૩૦૦ જેટલા અધિકારીઓ સીઆરપીએફની સુરક્ષા સાથે ત્રાટક્યા હતા અને આશરે ૫૦થી વધુ સ્થળોએ દરોડા પાડયા હતા.જે ઘટના બાદ પણ અનેક જગ્યાએ દરોડા પાડવાનો સિલસિલો જારી છે ત્યારે હવે ચૂંટણી પંચે આ લાલ આંખ કરી છે અને એજન્સીઓને આકરો આદેશ આપ્યો છે કે હવે કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરો કે દરોડા પાડો તો તેની અમને જાણ કરવી જ પડશે. વિપક્ષ આરોપ લગાવી રહ્યો છે કે રાજકીય ભેદભાવ રાખીને આ દરોડા પડાવવામાં આવી રહ્યા છે અને જાણી જોઇને વિપક્ષના નેતાઓને નિશાન બનાવાઇ રહ્યા છે. 

વિપક્ષે આ દરોડા મુદ્દે ચૂંટણી પંચ પર પણ દબાણ વધાર્યું હતું અને આડેધડ દરોડા પાડતા રોકવા અપીલ કરી હતી. આ સ્થિતિ વચ્ચે હવે ચૂંટણી પંચ પણ આક્રામક મૂડમાં આવી ગયુ છે અને એજન્સીઓને કડક આદેશ આપતા કહ્યું છે કે કોઇ પણ પ્રકારના દરોડા પાડો તો તેની જાણ અમને જરુર કરવી અને દરોડામાં પારદર્શીતા દાખવવી.કમલનાથના સહિયોગીઓ અને અન્યોને ત્યાં જે દરોડા પાડવામાં આવ્યા તેની ચૂંટણી પંચને જાણ જ નહોતી કરવામાં આવી તેવા અહેવાલો છે. જેને પગલે ચૂંટણી પંચ લાલઘૂમ થયું છે અને દરોડામાં પારદર્શીતા દાખવવા તેમજ જાણ કરવા કહ્યું છે.

બીજી તરફ હવે આ દરોડાથી આચાર સંહિતાનો થયો છે કે કેમ તેની પણ ચૂંટણી પંચ તપાસ કરી રહ્યું છે. હાલ ચૂંટણી પંચ અને કેન્દ્રીય નાણા મંત્રાલય વચ્ચે બયાનબાજી ચાલી રહી છે. છેલ્લા છ માસમાં જ આઇટી વિભાગે વિપક્ષના નેતાઓ કે તેમના સહિયોગીઓને ત્યાં આશરે ૧૫ વખત દરોડા પાડયા હતા.ચૂંટણી પંચે પણ આ મુદ્દે કેન્દ્રીય નાણા સચિવને પત્ર લખીને જણાવ્યું હતું કે દરોડા પાડવામાં પારદર્શીતા દાખવવી જોઇએ. અને કોઇ પણ દરોડાની જાણકારી અમને આપવામાં આવે તેમ પણ કહ્યું હતું. હવે એવા અહેવાલો છે કે ચૂંટણી પંચ હવે આ મામલે આચાર સંહિતાનો ભંગ થયો છે કે કેમ તેની પણ તપાસ કરી રહ્યું છે.

READ ALSO

Related posts

હોસ્પિટલમાં થયો ફિલ્મી સીન, બાળકીનો જન્મ થયો તો એક બે નહીં… ત્રણ ત્રણ વ્યક્તિએ કર્યો દાવો ‘હું તોનો પિતા છું’

Arohi

ભારતની સંસદ કોનાથી બને છે? જાણો જનરલ નૉલેજના આવા જ 10 સવાલ-જવાબ

Bansari

નાની ઉંમરમાં જ બાળકોને મગફળી આપવાનું ઘટાડશે એલર્જીનો ખતરો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!