GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

વિરાટ કોહલીની ધરપકડને લઈને મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ, જાણો આખો મમાલો

ચેન્નાઇના વરિષ્ઠ એડવોકેટ એ.પી. સૂર્યપ્રકાશમે મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરી છે કે ઓનલાઇન જુગાર પર પ્રતિબંધ અને ધરપકડ અને તેની કામગીરીમાં સામેલ તમામ લોકો પર કાર્યવાહી કરવામાં આવે. આ સિવાય તે હસ્તીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી પણ થવી જોઇએ જે તેની જાહેરાત કરતી હોય. અરજીમાં કહેવામાં આવ્યું છે કે જુગાર રમવું એ કાયદેસરનો ગુનો છે. આ કારણે તમિલનાડુમાં યુવાનોની આત્મ હત્યાની ઘટનાઓ વધી ગઈ છે કેમ કે જુગારને કારણે આર્થિક નુકસાન થાય છે.

આ કેસની સુનાવણી 4 કે 5 ઓગસ્ટે થઈ શકે છે. અરજીમાં આ પ્રકારના જુગારની સરખામણી બ્લૂ વ્હેલ ચેલેન્જ સાથે કરવામાં આવી છે, જેને કારણે ઘણા યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અરજીમાં જુગારને સમાજ માટે જોખમી ગણાવ્યો છે. અરજદારના કહેવા મુજબ યુવાનોને આ પ્રકારના ઓનલાઇન જુગારનું વ્યસન લાગી ગયું છે અને ઘણા લોકોને આ રમત દ્વારા રોકડ બોનસ આપવામાં આવે છે.

અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ‘આ રમતના પ્રમોશન માટે ક્રિકેટ અને ફિલ્મના દિગ્ગજોની મદદ લેવામાં આવે છે જેમ કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી તમન્ના ભાટિયા. તેઓ યુવાનોના બ્રેઈનવોશ કરે છે. યુવાનો સમય પસાર કરવા માટે તેને રમવાનું શરૂ કરી દે છે અને પછી તેઓને આ રમતનું વ્યસન લાગી જાય છે. આ માટે યુવાનો ઊંચા વ્યાજ દરે લોન લે છે ત્યારબાદ એવી સ્થિતિમાં પહોંચી જાય છે કે  જ્યાં તેમને ભારે નુકસાન વેઠવું પડે છે અને લોન ભરપાઈ કરવામાં અસમર્થ હોય છે, તેથી તેઓ આત્મ હત્યાનો માર્ગ અપનાવે છે.’

અરજી અનુસાર ‘જુગારનું આ વ્યસન સમાજ માટે ખૂબ જ જોખમી છે અને તે ભારતીય બંધારણના આર્ટિકલ 21નું ઉલ્લંઘન છે, કારણકે તે જીવન જીવવાનો અધિકાર છીનવી લે છે, તેથી આવી ગેમ પર પ્રતિબંધ મૂકવા માટે આ અરજી કરવામાં આવી છે.’

READ ALSO

Related posts

મને પદની લાલચ નથી, રાજસ્થાનના રણમાં પહેવી વખત સામે આવ્યાં સચિન પાયલટ

Nilesh Jethva

લૂંટેરી દુલ્હન : અમદાવાદમાં યુવકને લગ્નના બીજા દિવસે જ મળ્યો દગો, યુવતી રોકડ અને ઘરેણા લઈ ફરાર

Nilesh Jethva

મણિપુરની ભાજપ સરકારે વિધાનસભામાં ધ્વનિમતથી વિશ્વાસ મત જીત્યો, કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ખુરશીઓ ફેંકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!