GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

કોરોના ઇફેક્ટ: એન્ડી મરેના મતે યુએસ ઓપનમાંથી હજી ઘણા ખેલાડી બહાર થશે

ભૂતપૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન અને ત્રણ ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટના વિજેતા લોકપ્રિય ટેનિસ ખેલાડી એન્ડી મરેએ જણાવ્યું હતું કે, વર્લ્ડ નંબર વન એશ્લે બાર્ટીએ યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટુર્નામેન્ટમાં નહીં રમવાનો નિર્ણય લીધા બાદ કોરોનાની મહામારીને કારણે હજી પણ ઘણા ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાંથી ખસી જાય તેવી સંભાવના છે. ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટીએ તાજેતરમાં જ કહ્યું હતું કે, કોરોનાના જોખમ વચ્ચે તે આ વખતે અમેરિકાનો પ્રવાસ કરવા માગતી નથી. આમ તે યુએસ ઓપનમાંખી ખસી ગઈ છે. યુએસ ઓપનનો પ્રારંભ 31મી ઓગસ્ટથી થનારો છે.

એકમાત્ર કારણ કોરોના

એક સમયના મેન્સ ટેનિસમાં નંબર વન બ્રિટનના એન્ડી મરેએ જણાવ્યું હતું કે કેટલાક મોખરાના ખેલાડીઓ યુએસ ઓપન માટે ન્યૂયોર્ક જવા માગતા નથી અને મને લાગે છે કે તેની પાછળનું એકમાત્ર કારણ કોરોના છે.

પ્રવાસ કરીને સુરક્ષિત

તેણે ઉમેર્યું હતું કે રમવું કે નહીં રમવું તે અંગત નિર્ણય છે. જો તમે પ્રવાસ કરીને સુરક્ષિત રહી શકતા નથી અને અન્યને જોખમમાં મૂકવા માગતા નથી તો તે વાત સમજી શકાય છે. હાલમાં તો જોકોવિચ, રફેલ નડાલ અને સેરેના વિલિયમ્સ યુએસ ઓપનની તૈયારીરૂપે યોજાતી વેસ્ટર્ન એન્ડ સધર્ન ઓપનમા રમવાના છે જેનો પ્રારંભ 20મી ઓગસ્ટથી ન્યૂયોર્કમાં યોજાનારી છે.

READ ALSO

Related posts

ભગવાન રામ પુરૂષ દેવતા છે, અયોધ્યામાં મૂછવાળી મૂર્તિ લગાવો, મહારાષ્ટ્રના આ નેતાએ આપી શિખામણ

Pravin Makwana

જૂનાગઢની મધ્યમાં આવેલા વિસ્તારમાં દીપડાએ દેખાડો દેતા લોકોમાં ફફડાટ

Nilesh Jethva

પાવીજેતપુરમાં દીપડાએ કરેલા હુમલામાં 5 વર્ષના બાળકનું મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!