આઈપીએલની આગામી સીઝન ટૂંક સમયમાં શરુ થવા જઈ રહી છે. પરંતુ ચાહકોને આ સીઝનમાં તેમના મનપસંદ કેટલાક ખેલાડીઓને રમતના મેદાનમાં જોવાનો મોકો નહિ મળે. આ સીઝનમાં કેટલાક ખેલાડીઓ દિગ્ગ્જ ખેલાડીઓ પુરી સીઝન માટે આઈપીએલમાં નહિ રમેં. અથવા પુરી સિઝનમાટે ટીમ માંથીબહાર થઇ ગયા છે. જેમાં કેટલાક ખેલાડીઓ ઇજાને કારણે અથવા અન્ય કોઈ કારણો સાર ખેલાડીઓ ટીમમાં રમતા નહિ જોવા મળે. આ ખેલાડીઓમાં સૌથી પહેલું નામ ઋષભ પંત નું આવે છે. પંત સિવાય , જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણ જેવા ખેલાડીઓ પણ આ સીઝનમાં જોવા નહિ મળે.

ઋષભ પંત
યાદીમાં રિષભ પંત સૌથી ઉપર છે. જે ગયા વર્ષે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા હતા. હાલમાં જ સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો શેર કરીને તેણે કહ્યું છે કે તે જલ્દી જ કમબેક કરશે. પરંતુ તે આ વર્ષની IPL રમી શકશે નહીં.

જસપ્રીત બુમરાહ
આ યાદીમાં 3 ભારતીય ખેલાડીઓ છે. જેમાં જસપ્રીત બુમરાહ પણ સામેલ છે. જે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે. તેણે તેની સર્જરી કરાવી લીધી છે. આશા છે કે તે IPL પછી જ વાપસી કરી શકશે.

પ્રસિદ્ધ કૃષ્ણ
પ્રસિદ્ધ કૃષ્ણનું નામ ત્રીજા નંબરે આવે છે. તે પણ ઈજાના કારણે આ વર્ષની IPL રમી શકશે નહીં. પ્રસિદ્ધ કૃષ્ણ વિશે પહેલાથી જ એવું વ્યક્ત કરવામાં આવ્યું છે કે તે ઓછામાં ઓછા 6 મહિના અથવા એક વર્ષ પછી જ મેદાનમાં પરત ફરી શકશે.

શ્રેયસ અય્યર
શ્રેયસ અય્યર વિશે થોડી શંકા છે કે તે IPL રમી શકશે કે નહીં. તે ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીનો પણ ભાગ નહોતો. આવી સ્થિતિમાં સમજી શકાય છે કે તેની ઈજા થોડી ગંભીર છે.

વિલ જેક્સ અને જોની બેરસ્ટો આ આઈપીએલમાં જોવા મળશે નહીં. જોની બેયરસ્ટોનું બહાર થવું એ પંજાબ કિંગ્સ માટે મોટો ફટકો છે. પંજાબે તેને 6.75 કરોડ રૂપિયા આપીને ટીમમાં સામેલ કર્યો હતો.

ઓસ્ટ્રેલિયાના ત્રણ ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં નહીં રમે. જ્યે રિચર્ડસન ઈજાના કારણે IPLનો ભાગ નહીં બને. જ્યારે સ્ટીવ સ્મિથ અને પેટ કમિન્સે IPL ન રમવાનો નિર્ણય લીધો છે. પેટ કમિન્સની માતાનું તાજેતરમાં નિધન થયું હતું.

છેલ્લું નામ ન્યુઝીલેન્ડના કાયલ જેમસનનું છે. તે પણ આ વર્ષે IPL રમી શકશે નહીં. તાજેતરમાં જ તેને પીઠમાં ઈજા થઈ હતી. જે બાદ તે ક્રિકેટના મેદાન પર જોવા મળ્યો નથી.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો