GSTV

ઈરફાને સ્કૂલ ટીચરના દિકરાનું જીવન બદલી નાખ્યું, સદી ફટકારતાં શીખવ્યું અને પછી મળી IPLમાં એન્ટ્રી

Last Updated on May 28, 2020 by Mansi Patel

એક ઓલરાઉન્ડર તરીકે ઇરફાન પઠાણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઘણી નામના હાંસલ કરેલી છે. તેણે ભારતને ઘણી મેચમાં સફળતા પણ અપાવી છે. નિવૃત્તિ બાદ તે એક એવા કામમાં લાગી ગયો છે જેનાથી ભારતીય ક્રિકેટનું નસીબ પલટાઈ શકે છે. ઇરફાન પઠાણ હવે જમ્મુ-કાશ્મીર ક્રિકેટ ટીમનો કોચ છે. આ ટીમમાંથી તેણે એક એવો બેટ્સમેન શોધી કાઢ્યો છે જેનું ભાવિ ઉજ્જવવળ છે. અબ્દુલ સમદ નામના આ ખેલાડીને આઇપીએલમાં સમરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.  અબ્દુલ સમદ આક્રમક બેટિંગની સાથે સાથે લેગ સ્પિન  બોલિંગ પણ કરે છે.

સમદે ઈરફાન પઠાણને આપ્યો શ્રેય

જમ્મુ-કાશ્મીરનો આ ખેલાડી પોતાની આઇપીએલ સુધીના યાત્રામાં માટે ઇરફાન પઠાણનો આભાર માને છે. ઇરફાનના માર્ગદર્શનને કારણે જ તે આટલે સુધી પહોંચી શક્યો છે. સમદે એક ટીવી મુલાકાતમાં કહ્યું હતું કે તેની કોલેજમાં ઇરફાને ટ્રાયલ કરાવ્યો હતો. જેમાંથી સમદની પસંદગી ઇરફાને કરી હતી. તે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરે છે અને લાંબી સિક્સરો ફટકારી શકે છે.  પ્રારંભ તો તે 30-35 રનમાં જ આઉટ થઈ જતો હતો. ઇરફાને તેને લાંબી ઇનિંગ્સ રમવાની ટિપ્સ આપી હતી.

11 T20 મેચમાં 240 રન ફટકાર્યા

ઇરફાનભાઈએ જ મને કહ્યું હતું કે તું 30-35માં આઉટ થઈ જાય છે તેની ઉપર કામ કર. તું સદી ફટકારી શકે છે તેમ કહીને સમદ ઉમેરે છે કે તેમની સમજાવટ બાદ મારી અંદર ગજબનું પરિવર્તન આવ્યું. તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં 11 ટી20 મેચમાં 240 રન ફટકાર્યા છે.ગયા વર્ષે તેણે આસામ સામેની રણજી ટ્રોફી મેચમાં તોફાની સદી ફટકારી હતી. તેણે માત્ર 72 બોલમાં 103 રન ફટકાર્યા હતા. તેમાં આઠ તો સિક્સર હતી. સનરાઇઝર્સ હૈદરાબાદે 19 વર્ષના આ યુવાન પર દાવ લગાવ્યો.

IPL સ્થગિત થતાં નિરાશ

અબ્દુલ સમદના પિતા એક સ્કૂલમાં ફિઝિક્સના શિક્ષક છે અને ઇરફાનને કારણે આજે તેમને સૌ આદર આપે છે. જોકે સમદ આ વખતે કોરોનાને કારણે આઇપીએલનું આયોજન સ્થગિત થઈ જતાં નિરાશ છે કેમ કે તે આઇપીએલમાં પોતાની રમતથી દેશભરમાં પ્રચલિત થવા માટે થનગની રહ્યો હતો.

READ ALSO

Related posts

ગાંધીનગર સિવિલમાં શરુ થશે મધર મિલ્ક બેંક, નવજાત શિશુઓને માતાનું દૂધ મળી શકશે!

pratik shah

નસીબ ચમક્યું / ફ્લાઇટ કેન્સલ થયા બાદ ટાઇમપાસ માટે મહિલાએ ખરીદી લોટરીની ટિકિટ, બની ગઈ કરોડપતિ

Vishvesh Dave

બીજા લગ્ન કરવા માટે નિર્દયી પિતાએ 11 વર્ષની દીકરીને અનાથાશ્રમમાં ત્યજી દીધી, હવે 70 વર્ષના દાદી કરી રહ્યા છે ભરણપોષણ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!