GSTV

ફોનના બેકગ્રાઉન્ડમાં ફ્રીમાં આ રીતે ચલાવો YouTube Videos, આ ટ્રિક આવશે કામ

youtube

Last Updated on September 10, 2020 by Mansi Patel

તમે પણ YouTube પર વીડિયો, મ્યુઝિક અને મૂવીઝ જોતા હશે. જો તમે YouTubeના પ્રીમિયમ મેમ્બરશિપનું સબ્સ્ક્રીપ્શન ન લીધુ હોય તો ફોનના બેકગ્રાઉન્ડમાં YouTube વીડિયો નહી ચલાવી શકો. એટલે કે તમે YouTube પરથી જેવા કોઇ અન્ય એપ્સ કે સાઇટ પર જશો, YouTubeનો વીડિયો બંધ થઇ જશે. પરંતુ જે પ્રીમિયમ યુઝર છે, તે YouTube વીડિયોઝને બેકગ્રાઉન્ડમાં ચલાવી શકશે. જો તમે ઇચ્છો તો ફ્રીમાં પણ પોતાના Android અને iOS ડિવાઇસ પર YouTube વીડિયોને બેકગ્રાઉન્ડમાં ચલાવી શકો છો. પરંતુ તેના માટે તમારે આ ટ્રિક અજમાવી પડશે.

Android ડિવાઇસ પર

તેના માટે youtube.comને Google Chrome બ્રાઉઝર પર ઓપન કરો.

પેજ લોડ થયા બાદ ટૉપ-રાઇટમાં થ્રી ડોટ્સ વાળા વર્ટિકલ આઇકન પર ટેપ કરો અને અહીં ડેસ્કટોપ સાઇટ સિલેક્ટ કરો.

હવે કોઇપણ વીડિયોને સર્ચ કરી ઓપન કરો. હવે આગામી પેજ પર તમારો વીડિયો આપમેળે જ પ્લે થવા લાગશે.

યુટ્યુબર્સ

હવે તમે હોમ સ્ક્રીનની બહાર નીકળી જાઓ પરંતુ તમે જોશો કે વીડિયો બેકગ્રાઉન્ડમાં પ્લે થવાનો બંધ થઇ જાય છે.

તમે નોટિફિકેશન શેડ્સને નીચે તરફ ખેંચો. તમે આ વીડિયોનો મીડિયા કંટ્રોલ જોશો, જેને તમે હાલ ઓપન કર્યો હતો.

હવે બસ તમે પ્લે પર ટેપ કરશો ત્યાં જ બેકગ્રાઉન્ડમાં તમારો વીડિયો પ્લે થઇ જશે.

iOS ડિવાઇસ પર

જો તમે iOS ડિવાઇસ પર YouTube વીડિયોને ફ્રીમાં બેકગ્રાઉન્ડમાં ચલાવા માગતા હોય તો youtube.comને સફારી બ્રાઉઝરમાં ઓપન કરો.

પેજ લોડ થયા બાડ એડ્રેસ બારની જમણી તરફ ઉપર A icon પર ટેપ કરો. તે બાદ રિકવેસ્ટ ડેસ્કટૉપ વેબસાઇટ પર જાઓ.

હવે કોઇપણ વીડિયોને સર્ચ કરો અને તને પ્લે કરો. જેમ જ વીડિયો ચાલવાનું શરૂ થાય છે, હોમ સ્ક્રીનથી બહાર નીકળી જાઓ.

તે બાદ iPhones પર કંટ્રોલ સેન્ટરમાં જાઓ. અહીં તમને ટૉપમાં જમણીબાજુ મ્યુઝિકલ કંટ્રોલ બોક્સ દેખાશે. હવે પ્લે બટન પર ટેપ કરો, વીડિયો બેકગ્રાઉન્ડમાં ચાલવા લાગશે.

Read Also

Related posts

સમયસર લોન ચુકવનાર ખેડૂતોને રાજ્ય સરકાર આપી રહી છે આ ભેટ, જાણો શું છે સમગ્ર યોજના

Vishvesh Dave

બ્યુટી ટિપ્સ : પગની સાર-સંભાળ રહે છે આ ફ્રૂટ સ્ક્ર્બ વિના અધૂરી, આજે જ જાણો ઉપયોગની રીત અને મેળવો લાભ

Zainul Ansari

શું તમે પ્રથમ વખત ફાઇલ કરી રહ્યા છો ઇનકમ ટેક્સ રિટર્ન? જાણો નવા પોર્ટલ પર કેવી રીતે કરાવવું રજીસ્ટ્રેશન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!