GSTV

પ્લાસ્ટિક પ્રતિબંધના નિર્ણયથી હાલોલ જીઆઈડીસી ખાતે પ્લાસ્ટિક ઉદ્યોગ પર જોખમ

કહેવાય છે કે હાલની રાજ્ય અને કેન્દ્ર સરકાર ઉદ્યોગપતિઓ માટે અનુકુળ સરકાર છે. પરંતુ હાલમાં પ્લાસ્ટીક પર લદાયેલા પ્રતિબંધના કારણે પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતાં નાના અને મધ્યમ કદના એકમોની માથે હવે પ્રતિબંધનું જોખમ આવીને ઊભું છે.

સમગ્ર દેશમાં સૌથી વધુ પ્લાસ્ટિક ઉદ્યોગ હાલોલ જીઆઈડીસી ખાતે જોવા મળે છે. જેમાં મહદ અંશે મહિલાઓ રોજગારી મેળવતી હોય છે. પણ પ્લાસ્ટિક ઉદ્યોગો ઉપર તવાઈ આવતા હવે તેમાં રોજગારી મેળવતી હજારો મહિલાઓ બેરોજગાર થઇ જશે તેવું જોખમ તોળાઈ રહ્યું છે.

હાલોલમાં અંદાજિત 400થી પણ વધુ પ્લાસ્ટિક બેગ અને પ્લાસ્ટિક રો મટેરિયલ બનાવતા ઉદ્યોગો આવેલા છે. આ ઉદ્યોગો થકી એક સમયે મૃતપાય અવસ્થામાં આવી ચૂકેલી હાલોલ જીઆઈડીસી ફરી એકવખત વિશ્વ કક્ષાએ નોંધ લેવાતી બની છે.

હાલોલ જીઆઇડીસીમાં આવેલ પ્લાસ્ટિક બેગ બનાવતા એકમોને લીધે અહી ટ્રાન્સપોર્ટેશન અને હાર્ડવેર સહિતના ઉધ્યોગો પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રી પર નભતા ઘણા ધંધા રોજગારનો પણ વિકાસ થયો છે

એક અંદાજ પ્રમાણે હાલોલનો પ્લાસ્ટિક ઉદ્યોગો અને અને તેની સાથે જોડાયેલા ઉદ્યોગો આજના સમયે 50 હજાર કરતાં પણ વધુ લોકો અને તેમાં પણ સૌથી વધુ મહિલાઓને રોજગારી પૂરું પાડતું માધ્યમ બની ચૂક્યા છે.

હાલોલના પ્લાસ્ટિક એકમોના માલિકો જીએસટીને આવકારે છે પરંતુ પ્લાસ્ટિક પ્રતિબંધના નિર્ણયથી ચિંતામાં મુકાઇ ગયા છે. હાલોલ પ્લાસ્ટિક એસોસિએશનના હોદ્દેદારો પ્રતિબંધ હટાવી પ્લાસ્ટિકથી પર્યાવરણને થતાં નુકશાન અંગે અન્ય કોઈ રસ્તો અપનાવવાની સલાહ આપી રહ્યા છે.

છેલ્લા ઘણા વર્ષોથી હાલોલ પ્લાસ્ટિક એકમોમાં નોકરી કરતાં હજારો લોકો બેકાર બની જશે તેવા ભય સાથે અહીંના કામદારો આક્ષેપ કરતા કહે છે કે દારૂ તો બંધ કરાવી શકાતો નથી.પરંતુ રોજગારી આપતા પ્લાસ્ટીક ઉદ્યોગને બંધ કરાવાય રહ્યો છે

 

Related posts

Lockdownમાં નકલી ડોક્ટર બનીને આરામથી ફરી રહ્યો હતો યુવક, પોલીસે પક્યો અને પછી જે હાલ થયા…

Arohi

ચિંતા વધારી શકે છે આંકડા, આ રાજ્યમાં 3,5,8 વર્ષના ભુલકાઓને પણ Corona પોઝિટીવ

Arohi

લોકડાઉનમાં સરકારે જરૂરિયાતની ચીજવસ્તુઓની જ દુકાન ખુલ્લી રાખવા કર્યો આદેશ તો મમતાએ બંગાળીઓને આપી આ વિશેષ છૂટ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!