GSTV

ફરી પ્લાઝમા થેરાપી પર ઉઠયા સવાલ, સારવાર માટે છે બિનઅસરકારક: ICMR

પ્લાઝમા થેરપી કોરોનાની સારવાર માટે અસરકારક નથી અને તેઓ આ થેરપીને નેશનલ હેલ્થ ક્લિનિકલ પ્રોટોકોલમાંથી હટાવવા વિચાર કરી રહી છે તેમ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જણાવ્યું હતું.

ICMR

મૃત્યુદર ઘટાડવા પ્લાઝમા થેરાપી નથી અસરકારક

ICMRએ મંગળવારે કહ્યું કે અનેક અભ્યાસોએ પહેલા કહ્યું છે કે મૃત્યુદર ઘટાડવા માટે પ્લાઝમા થેરપી વધુ અસરકારક નથી. આઈસીએમઆર અગાઉ પણ પ્લાઝમા થેરપી સામે સવાલો ઉઠાવી ચૂક્યું છે.

આ છે પ્લાઝમા થેરાપીનો નવો વિકલ્પ

તાજેતરમાં જ તેણે કહ્યું હતું કે કોરોનાની સારવારમાં પ્લાઝમા થેરપીની જગ્યાએ હવે એન્ટીસેરાનો વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકાય છે. આઈસીએમઆરે દાવો કર્યો છે કે તેણે કોરાનાની સારવાર માટે પ્રાણીઓના લોહી સીરમનો ઉપયોગ કરી હાઈલી પ્યોરિફાઈડ એન્ટીસેરા વિકસાવ્યા છે.

પ્રાણીઓમાંથી મળેલી બ્લડ સીરમ છે લાભદાયક

આઈસીએમઆરના વૈજ્ઞાનિક ડૉ. લોકેશ શર્માએ કહ્યું કે એન્ટીસેરા પ્રાણીઓમાંથી મળેલી બ્લડ સીરમ છે, જેમાં વિશેષ એન્ટીજેન વિરુદ્ધ એન્ટીબોડી હોય છે. વિશેષ બીમારીઓની સારવારમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

કૃષિ બીલનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ ગુરૂ નાનક જન્મ જયંતિ નિમિતે પ્રકાશ પર્વની કરી ઉજવણી

Nilesh Jethva

સમાજ સેવી બાબા આમટેની પૌત્રી ડૉ. શીતલ આમટેએ ભેદી સંજોગોમાં કરી આત્મહત્યા

pratik shah

મોદીએ પોતાના મત વિસ્તાર વારાણસીમાં 6 લેન હાઈવેનું કર્યું લોકાર્પણ, દેવદિવાળીએ કર્યું દેશવાસીઓને સંબોધન

Karan
Do NOT follow this link or you will be banned from the site!