GSTV
AGRICULTURE Trending ગુજરાત

અનોખી ખેતી / કચ્છના નાના ગામમાં 15 ફૂટ સુધી ઊંચા થતા મોટા ઘાસનું વાવેતર, દુષ્કાળ જેવી સ્થિતિમાં પશુધન માટે અત્યંત ઉપયોગી

ઘાસ

ત્રણ વર્ષ પહેલા ગુજરાતના કચ્છ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જીલ્લાના ગામડાઓમાં દુષ્કાળના કારણે ઘાસચારાની તીવ્ર તંગી ઉભી થવા પામી હતી. જેને કારણે પશુધન પર સંકટ ઉભું થયું હતું. સરકારની અને દાતાઓની કરોડો રૃપિયાની મદદ પણ ત્યારે અપુરતી પડી હતી. ત્યારે આ પરિસ્થિતિ જોઈને કચ્છના વતની અને મુંબઈમાં વસતા ૮૫ વર્ષના વૃધૃધે દુષ્કાળને કારણે મુંગા પશુઓની ઘાસચારાની અછત કાયમ માટે દુર કરવાની બીડું ઝડપ્યું. જે મુજબ તેમણે કચ્છમાં નેપીયર પ્રકારના ઘાસ ઉગાડવા પ્રયાસ કર્યો છે સફળ પુરવાર થયો છે.

નેપિયર ઘાસચારાનું વાવેતર

રાગત સેવાના ક્ષેત્રોથી હટીને અલગ જ ક્ષેત્રોમાં કાર્યો કરવા માટે ગુણવંતભાઈ જાણીતા છે. તેઓ કોઈ પ્રોજેક્ટ હાથમાં લે એટલે એનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને એ પ્રોજેક્ટની શરૃઆતથી અંત સુધીનું માળખું ગોઠવીને ત્યાંની કોઇ લોકલ સામાજિક સંસ્થાનો સંપર્ક સાાૃધીને તેમને પ્રોજેક્ટ હાથમાં લેવા માટે પ્રોત્સાહિત કરીને એ સંસ્થા પાસેથી એ પ્રોજેક્ટનું કામ કરાવે. અલબત્ત એમની પોતાની દેખરેખ તો ખરી જ. કચ્છમાં સૌ પ્રથમવાર મોટા અંગીયાના સરપંચ ઇકબાલ ઘાંચીએ ગટરના પાણીનો ઉપયોગ કરીને આખું વરસ ઘાસ ઉગાડી શકાય કે નહિ એના પ્રયોગો કર્યા અને ખુશનસીબે એ પ્રયોગો સફળ રહ્યા.આજે પણ સરકારી અધિકારીઓ અને બીજી સંસ્થાઓના પ્રતિનિધિઓ આ પ્રયોગ જોવા મોટા અંગીયા આવતા રહે છે.કચ્છના અન્ય ૩૩ ગ્રામ પંચાયત મોટા અંગીયા ગામમાંથી પ્રેરણા લઈને આજે નેપિયર ઘાસચારાનું વાવેતર કરી રહી છે.જેના રોપા મોટા અંગીયા ગ્રામપંચાયત પુરા પાડી રહ્યું છે.આગામી સમયમાં હજુ પણ મેડીકલ ક્ષેત્રે મોટા અંગીયા પંચાયત પોતાની એક્ટિવિટીનો પરચો બતાવવા જઈ રહ્યું છે. ગુણવંતભાઈને ક્યાંકથી જાણવા મળ્યું કે, ભચાઉમાં કોઇ ખેડુત એવું ઘાસ ઉગાડે છે કે જે વરસમાં ૫ થી ૬વખત ઉગાડી શકાય અને એ ઘાસ લગભગ ૧૨ થી ૧૪ ફુટ ઉંચુ થાય છે. એમણે એ ખેડૂતને શોાૃધીને અખતરા રૃપે એની પાસેથી ઘાસના રોપા ખરીદ્યા અને એ ઘાસ ઉગાડવા માટેની પ્રક્રિયા પણ જાણી લીધી.

ઘાસ ૧૨ થી ૧૪ ફુટ જેટલું ઉંચું થાય

આ ઘાસના રોપા મોટી સંખ્યામાં અને વ્યાજબી ભાવે મળી શકે તે માટે એમણે પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્રમાં તપાસ આદરી.અંતે એમને જાણ થઇ કે પાલઘરમાં આ રોપા મળી શકે છે.તેમણે પાલઘરની જ એક સંસ્થા ધ શ્રી ગીરી વનવાસી પ્રગતિ મંડળધ નરેશ વાડી નો સંપર્ક કરીને ઘાસના રોપા મળી શકે તેવું આયોજન કર્યું. આ પ્રોજેક્ટ માટે ગાંધીધામની ‘જીવદયા સમિતિ’ ના મેનેજીંગ ટ્રસ્ટી નિરવભાઇ મહેતાનો સંપર્ક કરીને, જીવદયા સમિતિ મારફતે કચ્છ સહિત ગુજરાતના અલગ અલગ ગામો અને શહેરોની લગભગ ૩૫૦ પાંજરાપોળો અને પંચાયતોને વિનંતી કરી કે જો ફક્ત એક વખત પણ આ ઘાસ ઉગાડવા માટે તમારી તૈયારી હોય તો હું કંઇ પણ કીંમત લીધા વગર તમને આ ઘાસના રોપા મોકલાવીશ.આ રોપા એમણે પાલઘરના ખેડુત પાસેથી ખરીદવાના હતા.અત્યાર સુાૃધી ૧૫૦ પાંજરાપોળો અને પંચાયતોએ એમની વિનંતી સ્વીકારી છે.ગુણવંતભાઈએ ‘જીવદયા સમિતિ’ મારફતે અત્યાર સુધી ૫૦ પાંજરાપોળો અને પંચાયતોને ઘાસના રોપા મોકલાવ્યા છે.આ ઘાસ પહેલે વરસે ૪ વખત અને બીજા વરસાૃથી ૬ વખત લઇ શકાય છે અને આ ઘાસ ૫ થી ૬ ફુટને બદલે ૧૨ થી ૧૪ ફુટ જેટલું ઉંચું થાય છે. જે સંસ્થાઓએ આ કાર્યની વહેલી શરૃઆત કરી હતી તે સંસ્થાઓનું પરિણામ જોયા પછી, બીજી ઘણી સંસ્થાઓએ રોપા મેળવવા તેમનો સંપર્ક કર્યો છે.

તેઓ કહે છે કે દરેક સમસ્યાનું સમાધાન આપણી સમક્ષ પડેલું જ હોય છે.જરૃર હોય છે એ સમાધાનને ઓળખવાની અને એના પર મહેનત કરવાની. આ ઘાસ ક્રાંતિને કારણે આડકતરા લાભો જેવા કે પર્યાવરણમાં સુાૃધારો, પશુઓની ઉત્પાદન ક્ષમતામાં વાૃધારો, લોકોની રોજગારીમાં વધારો જમીનની ફળદ્પતામાં વાૃધારો અને આવા બીજા અનેક ફાયદાઓ થશે. તેઓ દ્વારા અત્યાર સુધી જેટલા પ્રોજેક્ટો અને યોજનાઓ હાથમાં લઇને પૂરી કરાઈ છે, તેમાંથી મોટાભાગની યોજનાઓ ગ્રામ્યલક્ષી, જળલક્ષી,ખેતીલક્ષી કે રોજગારલક્ષી રહી છે.

Read Also

Related posts

ઝટકો / ટ્રેનના ભાડા બાદ અમદાવાદ રેલવે સ્ટેશનની પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં 200 ટકાનો વધારો

GSTV Web Desk

આ બેટ્સમેને ટી-20 મેચમાં બેવડી સદી ફટકારી, 22 છગ્ગા ફટકાર્યા

Hemal Vegda

શેરબજાર બનશે વાઇબ્રન્ટ! 1 ટ્રિલિયન રૂપિયાથી વધુની કિંમતના IPO માર્કેટમાં કરશે એન્ટ્રી

Hemal Vegda
GSTV