GSTV

video/ આ છોડ સૂર્યપ્રકાશથી નહીં પરંતુ કિડા ખાઈને મેળવે છે ખોરાક, વીડિયો જોશો તો રહી જશો હેરાન

Last Updated on July 30, 2021 by Karan

શિકારી પ્રાણીઓ હંમેશા તેમના શિકારની શોધમાં હોય છે અને તક મળતાં જ તેમના પર હુમલો કરે છે. આ પ્રાણીઓ શિકારને પકડવા માટે ચાલાકી અને ઝડપ બંનેનો ઉપયોગ કરે છે. ખાસ કરીને, સિંહ, ચિતા જેવા મોટા પ્રાણીઓની શૈલી જોવાલાયક હોય છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો શેર કરવામાં આવે છે, જેમાં પ્રાણીઓ એકબીજાનો શિકાર કરતા જોવા મળે છે. પરંતુ શું તમે ક્યારેય છોડને જંતુ ખાતા જોયો છે? હા, ઇન્ટરનેટ પર એવા પણ વીડિયો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં છોડને કીડાનો શિકાર કરતા જોઈને તમે પણ હેરાન રહી જશો.

વિનસફ્લાય ટ્રેપ જે જંતુઓને પોતાનું ભોજન બનાવે

જે લોકો વાઈલ્ડ લાઈફમાં રસ ધરાવે છે તેઓ સારા ફોટા કે અમેઝિંગ વિડીયો મેળવવા માટે જંગલોમાં કલાકોના કલાકો પસાર કરતા હોય છે. આવા જ એક વિડિઓમાં, તમે જોઈ શકો છો કે એક છોડે (ભમરાને) જીવજંતુઓને કેવી રીતે પકડ્યો છે. પાંદડા વચ્ચે ફસાયેલ જંતુ પોતાને બચાવવામાં અસમર્થ છે અને છોડ ધીમે ધીમે તેના પાંદડા બંધ કરી રહ્યો છે. હા, આશ્ચર્યચકિત થવાની જરૂર નથી, કેટલાક છોડ એવા છે જે કીડા મકોડા ખાઈને પોષણ મેળવે છે. આવો જ એક છોડ છે વિનસફ્લાય ટ્રેપ જે જંતુઓને પોતાનું ભોજન બનાવે છે.

લાઈફ એન્ડ નેચર નામના પૃષ્ઠ પરથી ટ્વિટર પર શેર કરવામાં આવ્યો

આ આઘાતજનક વીડિયોને લાઈફ એન્ડ નેચર નામના પૃષ્ઠ પરથી ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો લોકોને આશ્ચર્યચકિત કરે છે. લોકો આ વીડિયો ક્લિપ માત્ર એકબીજા સાથે શેર કરી રહ્યા નથી પરંતુ તેના પર વિવિધ પ્રકારની ટિપ્પણીઓ અને પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. વીડિયો જોઈને તમે પણ દંગ રહી ગયા હશો.

કિડાને પૂરા પચાવી લીધા પછી બંને પાનના ભાગ ખુલી જાય

તમે ક્યારેય સાંભળ્યું છે કે છોડ પણ માંસાહારી હોય છે? મોટાભાગના છોડ સૂર્યપ્રકાશ અને પાણીથી પોતાનો ખોરાક બનાવે છે. પરંતુ કેટલાક છોડ જંતુરહિત પણ હોય છે અને જંતુઓને પોતાનો શિકાર બનાવે છે અને તેમનો ખોરાક મેળવે છે. આવા જ એક પ્લાન્ટ છે વિનસ ફ્લાઈ ટ્રેપ છે. તેના બે પાંદડા બે ભાગમાં વહેંચાયેલા છે અને દરવાજાની જેમ કાર્ય કરે છે. પાંદડાના બંને ભાગની સપાટી પર રેશા હોય છે. જે સ્પર્શતા તુરંત બંધ થઈ જાય છે. અને કીટકને પોતાની અંદર કેદ કરી લે છે. કિડાને પૂરા પચાવી લીધા પછી બંને પાનના ભાગ ખુલી જાય છે. અને બીજા શિકારની રાહ જોવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

નેહા શર્માની બહેન આયેશા સાથે એરપોર્ટ પર એવું થયું કે તમે પણ શરમાશો, CISFના જવાનો પર લગાવ્યા ગંભીર આરોપ

Harshad Patel

બરોડા ડેરી વિવાદ / ડેરીના પ્રમુખ દિનેશ પટેલ પાસે છે ખૂબ પૈસા, કેતન ઇનામદાર બાદ મધુ શ્રીવાસ્તવે લગાવ્યા ગંભીર આક્ષેપ

Dhruv Brahmbhatt

સાવધાન/ શું તમારો ફોન ઝડપથી થઇ રહ્યો છે ડીસ્ચાર્જ ? એમાં હોઈ શકે છે વાયરસ, બચવા માટે ફટાફટા કરો આ કામ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!