GSTV

વાસ્તુ: ઘર આંગણે વાવો આ વૃક્ષ, અકાળ મૃત્યુ સામે છે સુરક્ષા કવચ સમાન

વાસ્તુશાસ્ત્રમાં આસોપાલવને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. આસોપાલવને ઘરની બહાર લગાવવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરી શકતી નથી અને હંમેશા ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે. આસોપાલવને ઘરમાં કઇ દિશામાં લગાવવા જોઇએ તેનો ઉલ્લેખ પ્ણ વાસ્તુશાસ્ત્રમાં કરવામાં આવ્યો છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર આસોપાલવ ઘરમાં ઉત્તર દિશામાં લગાવવા જોઇએ. જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું સંચારણ શક્ય બની રહે છે. ઘરમાં આસોપાલવ હોવાથી સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિ બની રહે છે તેમજ અકાળ મૃત્યુ થતુ નથી.

વાસ્તુશાસ્ત્ર અનુસાર આસોપાલવ ઘરમાં લગાવવાથી પરિવારની મહિલાઓની શારીરિક તેમજ માનસિક ઉર્જામાં વૃદ્ધિ થાય છે. જો મહિલા આસોપાલવના વૃક્ષને દરરોજ જળ અર્પણ કરે છે તો તેમના વૈવાહિક જીવનમાં સુખદ વાતાવરણ બની રહે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની બહારના દરવાજા પર આસોપાલવના પાંદડાઓનું તોરણ બાંધવાથી નકારાત્મક ઉર્જા ઘરની અંદર પ્રવેશ કરી શકતી નથી.  જે બાળકોને અભ્યાસ કર્યા બાદ પણ કંઇ યાદ રહેતુ નથી તે લોકોએ દરરોજ થોડોક સમય આસોપાલવના વૃક્ષ નીચે બેસીને અભ્યાસ કરવો જોઇએ જેનાથી તેમની યાદશક્તિ વધશે.

Read Also

Related posts

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

એન્ડ્રોઇડ યુઝર્સ માટે આવ્યા ખુશખબર : ગૂગલે કરી નવા ફીચર અંગે જાહેરાત, ટૂંક સમયમાં જ લોન્ચ કરશે આ સુવિધા

Zainul Ansari

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારનો સૌથી મોટો નિર્ણય, રાજ્યના વિવિધ જીલ્લાઓના 14 જજોની કરી બદલી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!