GSTV
Home » News » ભાવનગરમાં પરીક્ષા અને સોફ્ટ સ્કીલ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપતા સેમીનારનુ આયોજન

ભાવનગરમાં પરીક્ષા અને સોફ્ટ સ્કીલ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપતા સેમીનારનુ આયોજન

આવનરી પેઢી માટે સરકારી નોકરીઓ અંગેનું ખુબ મહત્વ વધી રહ્યું છે. જેમાં આજના યુવકોની કરતા પણ યુવતીઓ પણ અભ્યાસમાં ખુબ પ્રગતિ કરી રહી છે. આવનારા સમયમાં પોતાના જીવનને આર્થિક સલામત કરવા સરકારી નોકરીઓ અંગેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગેના માર્ગદર્શન અને સોફ્ટ સ્કીલ સેમિનારનું આયોજન ભાવનગર ખાતે નંદકુંવરબા મહિલા કોલેજ અને દેવરાજનગર એન.એસ.એસ. યુનિટ દ્વારા કરવામાં આવ્યું હતું.

હાલનો સમય બદલાયો છે. યુવક યુવતીઓ ભણી ગણી અને પોતાની લાઈફ આર્થીક સલામત કરવા નોકરીઓ તરફ વળી રહ્યા છે. જેમાં સરકારી નોકરીઓ માટે પણ ખાસ દોડધામ યુવક-યુવતીઓ કરી રહ્યા છે. કોલેજોમાં અભ્યાસ કરતા યુવક યુવતીઓ પુસ્તકનું જ્ઞાન તો પ્રાપ્ત કરે છે પરંતુ અભ્યાસ બહારના જ્ઞાન માટે અલગ અલગ માધ્યમો નો સહારો પણ લે છે. ત્યારે સ્પર્ધાના આ યુગમાં ટકી રહેવા માટે વ્યક્તિ પાસે વ્યક્તિત્વ વિકાસ અને સ્પર્ધાત્મક પરીક્ષા અંગેનું માર્ગદર્શન અતિ મહત્વનું બની રહ્યું છે ત્યારે ભાવનગર ખાતે નંદકુંવરબા મહિલા કોલેજ અને દેવરાજનગર એન.એસ.એસ યુનિટ દ્વારા વિદ્યાર્થીનીઓના સર્વાંગી વિકાસ માટે સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના માર્ગદર્શન અને સોફ્ટ સ્કીલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંગેના માર્ગદર્શન માટે અમદાવાદ ગઢવી કેરિયર એકેડમી ના પ્રફુલભાઈ ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જયારે તેમની સાથે ભાવનગરના ડી.આઈ.જી અશોકકુમાર યાદવ, એડીશનલ કલેકટર ઉમેશ વ્યાસ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સેમીનાર બે સેશન માં યોજવામાં આવ્યો હતો અને જેમાં ૧૦૦૦ કરતા વધુ વિદ્યાર્થીનીઓ તેમાં જોડાય હતી.

આ સેમિનારમાં જી.પી.એસ.સી-યુ.પી.એસ.સી ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારીઓ કેવી રીતે કરવી તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ખાસ અમદાવાદ ખાતે કાર્યરત સ્પીપા અંગે પણ માહિતી આપવામાં આવતી. જેમાં ક્લાસ વન થી ફોર સુધીની પોસ્ટ માટે કેવી રીતે તૈયારીઓ કરાવવામાં આવે છે તેની માહિતી પણ આપવામાં આવી હતી.

Related posts

આ દેશમાં જે પણ યુવતી સાથે રેપ થયો હોય તેની ચહેરાથી જ પડી જાય છે ખબર, પતિ કરી નાખે છે પત્નીના આવા હાલ

Bansari

ઉન્નાવ કાંડની પીડિતાનો મૃતદેહ તેના પૈતૃક ગામમાં લાવવામાં આવ્યો, મોટી સંખ્યામાં લોકો થયા એકત્રીત

Nilesh Jethva

ગુજરાત માટે ખુશીના સમાચાર, ‘પવન’ વાવાઝોડુ કાલે સોમાલિયાના કિનારે ટકરાઈને નબળુ પડશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!