GSTV
Home » News » નવી કાર ખરીદતા પહેલા આ પાંચ વસ્તુનું રાખશો ધ્યાન તો ક્યારેય નહીં આવે પસ્તાવાનો વારો

નવી કાર ખરીદતા પહેલા આ પાંચ વસ્તુનું રાખશો ધ્યાન તો ક્યારેય નહીં આવે પસ્તાવાનો વારો

જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ પાંચ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. કાર ખરીદતી વખતે ડિસ્કાઉન્ટ, કાર એસેસરીઝ, શોરૂમ કિંમતની સાથે બજેટનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.

ડિસ્કાઉન્ટની માહિતી મેળવી લો

નવી કાર ખરીદવા માગો છો તો કારમાં પહેલા પૂરી જાણકારી મેળવી લો. સાથે ડીલર પાસે ડિસ્કાઉન્ટની પૂરી જાણકારી મેળવી લો. તેનાથી તમને બજેટ અનુસાર કારની જાણકારી પણ મેળવી શકો છો. અને તમારા બજેટ અનુસાર કાર ખરીદી શકશો.

કાર એસેસરીઝ

કાર ખરીદતા પહેલા કારના ડિલર સાથે બધા પ્રકારની એસેસરીઝની જાણકારી લઈ લો. ઘણી વાર કાર ખરીદતા પહેલા ડિલર પાસે ડિસ્કાઉન્ટની પૂરેપૂરી માહિતી મેળવી લો, જેથી દરેક પ્રકારની ઓફરનો લાભ તમે લઈ શકો.

કારની કિંમત

કાર ખરીદતાં પહેલા એક અથવા બે શોરૂમમાં કારની કિંમત જાણી લો. કારની કિંમત બંને શોરૂમમાં અલગ અલગ હોઈ શકે છે, એટલે જે શોરૂમમાં કારની કિંમત ઓછી હોય તેમાંથી ખરીદો.

નક્કી કરી લો બજેટ

કાર ખરીદતાં પહેલા બજેટ નક્કી કરવું જરૂરી છે. એક વાર બજેટ નક્કી થયા બાદ શોરૂમમાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે.

પરિવારને ધ્યાનમાં રાખીને ખરીદો કાર

નવી કાર ખરીદતી વખતે તમારે પરિવારને ધ્યાનમાં રાખવો જોઈએ. જો તમારો પરિવાર મોટો છે તો મોટી કાર, નહીં તો નાની કાર ખરીદો. તેનાથી તમારા બજેટનો સારી રીતે ઉપયોગ કરી શકશો.

Read Also

Related posts

સેમસંગની ગણતંત્ર દિવસ પર મોટી ઓફર, TV ખરીદશો તો ફ્રીમાં મળશે સ્માર્ટફોન

NIsha Patel

ભારતમાં ઈલેક્ટ્રિક વાહનથી પાર્સલની ડિલીવરી કરશે Amazon, 2025 સુધીમાં અમલ

NIsha Patel

કારમાં બેસતી કે ચલાવતી મહિલાઓ માટે મોટા સમાચાર, વાંચશો તો બેસવાનું ટાળશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!