GSTV
Gujarat Government Advertisement

શું પૈસાનું રોકાણ કરવાનો છે પ્લાન! તો આ 5 ટિપ્સથી નહિ થઈ શકે કોઈ નુકસાન

Last Updated on January 24, 2021 by Mansi Patel

આર્થિક સુરક્ષા માટે જીવનમાં રોકાણ જરૂર કરવું જોઈએ. પરંતુ રોકાણનો નિર્ણય ઉતાવળમાં લેવો જોઈએ નહિ. એવા ઘણા મુદ્દાઓ છે કે જેના પર જો તમે ધ્યાનમાં ન આપો તો નફાને બદલે નુકસાન થઈ શકે છે.

સ્પષ્ટ કરો પોતાનું લક્ષ્ય

તમે શા માટે રોકાણ કરી રહ્યા છો તે ખૂબ સ્પષ્ટ હોવું જોઈએ. એક નિશ્ચિત લક્ષ્ય રાખીને, તમે વધુ સારી યોજના બનાવીને તમારી જરૂરિયાતને પૂર્ણ કરી શકશો. રોકાણ નક્કી કરતી વખતે નાણાકીય લક્ષ્યો અંગે કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ.

રોકાણ ક્યાં કરવું છે તેની સંપૂર્ણ જાણકારી લો

કોઈપણ સ્કીમ અથવા યોજનામાં રોકાણ કરો પરંતુ તે પહેલાં તેના વિશે સંપૂર્ણ માહિતી લો. બધા નિયમો અને શરતોનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરો. અધુરી માહિતીને લીધે, તમારે ભવિષ્યમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

વિકલ્પોની તુલના

રોકાણના વિકલ્પોની સરખામણી કરો. તમારે જોવું જોઈએ કે પાછલા વર્ષોમાં કઈ સ્કીમ અથવા યોજનાએ કેટલું વળતર આપ્યું છે અને શું અહીં રોકાણ કરવું સલામત છે કે નહિ.

કેટલા સમય માટે રોકાણ કરવું

કેટલાં સમય માટે નાણાંનું રોકાણ કરવું તે અગાઉથી સ્પષ્ટ હોવું જરૂરી છે. યાદ રાખો કે ઘણી બચત યોજનાઓ લોક ઇન પીરિયડ સાથે આવે છે. તમે તમારા રોકાણ કરેલા નાણાંને લોકઈન સમયગાળામાં પાછા લઈ શકશો નહીં. રોકાણ કરતી વખતે, ધ્યાનમાં રાખો કે જો સ્કીમમાં લોકઈન પિરીયડ છે તો કેટલો છે.

સમજો કે તમે કેટલું જોખમ લેવા તૈયાર છો

રોકાણ કરતા પહેલા તમારી જોખમ ઉઠાવવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો. તમારી ક્ષમતા કરતા વધારે જોખમ લેવામાં કંઈક ખોટું છે, તો તમે મુશ્કેલીમાં આવી શકો છો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કામનું/ જુલાઈમાં પૂરા 15 દિવસ સુધી બેંકો રહેશે બંધ, બેકિંગ કામકાજ કરતાં પહેલાં ચેક કરી લેજો આ RBI ની રજાઓનું લિસ્ટ

Harshad Patel

અરે વાહ! આ સરકારી યોજનામાં માત્ર 10 રૂપિયામાં મળશે LED બલ્બ, મળશે 3 વર્ષની વોરન્ટી પણ

Bansari

સંશોધન / માત્ર એક જ બ્લડ સેમ્પલથી જાણી શકાશે 50થી પણ વધુ કેન્સર વિશે, વૈજ્ઞાનિકોની અનોખી શોધ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!