GSTV
Gujarat Government Advertisement

IAS કક્ષાના અધિકારીઓના અણઘડ આયોજનમાં બદનામ થઈ રહી છે રૂપાણી સરકાર

Last Updated on May 8, 2020 by Ankita Trada

કોરોના વાયરસની મહામારીના પગલે સમગ્ર રાષ્ટ્ર જ્યારે એક જૂથ થઈને લડત આપી રહ્યું છે, ત્યારે કેન્દ્રના ઘણા IAS અધિકારીઓ પોતાના વ્યક્તિગત આડમ્બરને પ્રાધાન્ય આપી રહ્યા છે. પ્રજાની સમસ્યાઓમાં ઘટાડો કરવાની જવાબદારી લેનાર, પોતાની જવાબદારી યોગ્ય રીતે પૂરી શક્યા નથી અને દોષનો ટોપલો બીજા પર ઢોળી રહ્યા છે.

લાખો પરપ્રાંતીયયો રઝડી પડ્યા

છેલ્લા કેટલાક સમયથી શહેરમાં અને તેની આસપાસમાં વસતા શ્રમિકો પોતાના વતન જવા માંગે છે, પરંતુ શહેરના અમુક ચોક્કસ IAS કક્ષાના અધિકારીઓના અવળા વર્તનના કારણે હજારો નહિ, પરંતુ લાખો પરપ્રાંતીયયો રઝડી પડ્યા છે. ઉલ્લેખનીય છે કે, એક તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કોરોના વાયરસના પોઝિટિવ કેસના આંકડામાં ઘટાડો કેવી રીતે થાય તેના માટે રાત દિવસ મરણિયા પ્રયાસ કરે છે, ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારી અને રાજ્ય સરકારના દિશા નિર્દેશનું પાલન કરતા IAS કક્ષાના ઘણા અધિકારી યોગ્ય રીતે આયોજન કરી રહ્યા નથી અને બદનામ સરકાર થઈ રહી છે.

અધિકારીઓને પણ માનસિક સેલ્ફ ક્વોરન્ટાઈ થવું જોઈએ

ત્યારે આ પ્રકારની પરિસ્થિતિમાં જેમ AMCના કમિશ્નર સેલ્ફ ક્વોરન્ટાઈન થયા તેમ આ કહેવતા મુખ્ય અધિકારીઓને પણ માનસિક સેલ્ફ ક્વોરન્ટાઈ થવું જોઈએ તેવી જોર શોરથી ચર્ચા થઈ રહી છે. શહેરના બાહિયા સીમમાં વસવાટ કરતા પરપ્રાંતીય માદરે વતન જવાનો નક્કી કરી લીધું છે, તેનું પણ વ્યાજબી કારણ છે લોકડાઉનની અસર આ તમામ શ્રમિકોના ખીસ્સા પર પડી છે. જેના પગલે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સરકારી વહીવટી તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

વાસ્તવિકતા પરપ્રાંતીયોની મોટી સંખ્યા જ દર્શાવે

જે લોકોના માથા પર ડિઝાસ્ટર મેનેજમેન્ટની જવાબદારી પ્રથમ હોય છે, પરંતુ અમદાવાદની અંદર ઉપરી અધિકારીઓ નેતાઓને ખુશ કરવાનો અલગ જ ફેક્સ મેસેજ મોકલાય છે. વાસ્તવિકતા તો કલેક્ટર કચેરીની બહાર વતન જવાની મંજૂરી માંગતા પરપ્રાંતીયોની મોટી સંખ્યા જ દર્શાવે છે. ત્યારે ગુજરાત રાજ્યના તમામ હાઇપાવાર કમિટીના નેતાઓએ આ વાસ્તવિકતા ની ઝાંખી એક વખત અનુભવી જોઈએ અને સ્વભાવે શાંત અને ઓછું બોલનારા IAS અધિકારીઓનું બેકગ્રાઉન્ડ રિપોર્ટ આગળના દરવાજા અને પાછળના દરવાજાના રિપોર્ટની સ્વત્રંત તપાસ થવી જોઈએ. જેથી આગામી સમયમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની છબી વધુ ખરડાય નહિ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ/ ઇ-મેલ કે મેસેજમાં આવી ઑફર મળે તો ચેતજો, નહીંતર બેંક એકાઉન્ટમાંથી ઉપડી જશે રૂપિયા

Bansari

ભૂપેન્દ્ર યાદવ અને અમિત શાહ બાદ વી. સતીષની એન્ટ્રીથી ગુજરાતમાં રાજકારણ ગરમાયું, આજે પ્રદેશ સંગઠનના હોદ્દેદારો સાથે કરશે વર્ચ્યુઅલ બેઠક

Dhruv Brahmbhatt

2022ની વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્શન મોડમાં, પ્રત્યેક જિલ્લા અને શહેરોમાં યોજાશે કાર્યકારણી બેઠક

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!