અમદાવાદમાં સપનાનું ઘર બુકીંગ કરવાની લોભામણી લાલચ આપીને 55 લાખથી વધુનો કૌભાંડ બહાર આવ્યું છે. અમદાવાદના નારોલ પોલીસે ઠગ ટોળકીના પાંચ વ્યકિત વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે. નારોલમાં ઠગ ટોળકીએ ડી.જી. ગ્રુપ નામથી વેદિકા રેસીડેન્સી નામની લોભામણી સ્કીમ મુકીને લોકોને ઠગી લીધા હતા.

દાગીના ગીરવે આપીને અને વ્યાજે ઉછીના લઈને ફલેટ બુકીંગ કરાવનાર રોકાણકારોએ આરોપીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. આ ટોળકીએ 20થી વધુ લોકો પાસેથી પૈસા પડાવ્યા હોવાનું ખુલ્યું છે. લોકોને પુરાવા વિના હોમ લોન કરાવી આપવાની લાલચ આપી એડવાન્સ પેટે અલગ અલગ રકમ પડાવી લીધી હતી. અમદાવાદના નારોલ, વટવા,, રામોલ, વસ્ત્રાલ, નરોડા સહિતના વિસ્તારોમાં આવકના પુરાવા વિના હોમલોન મેળવીને મકાનના માલિક બનવાની લોભામણી જાહેરાત કરી હતી.
આંખોમાં પોતાના ઘરના સપના સાથે પોલીસ સ્ટેશન પહોંચેલા આ પરિવાર ન્યાયની માંગ કરી રહયો છે. નારોલમાં લોભામણી લાલચ આપીને ફલેટ બુકીંગ કરીને બિલ્ડર અને તેના માણસોએ છેતરપિડી આચરી. ઘટના કંઈક એવી છે કે લાંભા ઇન્દીરાનગરમાં રહેતા 56 વર્ષીય સુર્યકાંતભાઈ પરમાર વકીલાત કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. 30 ઓકટોમ્બર 2020ના રોજ સુર્યકાંતભાઈ અને તેમની પત્ની નારોલ ભંમરીયા કુવા પાસેથી પસાર થતા હતા તે સમયે તેમણે ડી.જી.ગૃપ દ્વારા ફલેટની સ્કીમની જાહેરાત જોઈ હતી. જેમાં જેનું આયોજન દિપાલીબેન પટેલ અને ગંભીરભાઈ ડાભી દ્વારા કરવામાં આવ્યું હતું. ડી જી ગ્રૃપ દ્રારા ફલેટ બુકીંગ પર ફર્નીચર, એકટીવા અને એક તોલા સોનાની ભેટની લાલચ આપી હતી. સુર્યકાંતભાઈએ બુકીગ તો કરાવ્યું પરંતુ સપનાનું ઘર તો સપનું જ રહયું.
લોકો પાસે બુકિંગના રૂપિયા મેળવી રૂ.55.54 લાખની ઠગાઇ કરી છે. આ અંગે નારોલ પોલીસે દિપાલી પટેલ, ગંભીરભાઇ ડાભી, પ્રતિકકુમાર કેજરીવાલ, હાર્દિકભાઇ ડોડીયા અને સદ્દામહુસૈન મન્સુરી વિરુધ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે આ ઠગ ટોળકીએ જુદી-જુદી સ્કીમમા લોભામણી લાલચ આપતી હતી. તેમને મકાન નહીં આપી છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસની જુદી જુદી ટીમોએ આરોપીની શોધખોળ શરૂ કરી છે.
MUST READ:
- પતિ શાહિદ કપૂરને પોતાની તરફ ખેંચી મીરાએ કરી દીધી કિસ, વિડીયો જોઈ તમે પણ શરમાઈ જશો
- PM નરેન્દ્ર મોદી ૪થી જુલાઇએ ગુજરાતની મુલાકાતે, રાજ્યના CM ઉપરાંત કેન્દ્ર સરકારના બે મંત્રીઓ રહેશે હાજર
- વિકાસ/ ગુજરાતમાં ૩૭૬૦.૬૪ કરોડના ખર્ચે ૩૪ નેશનલ હાઇવે બનાવશે મોદી સરકાર, અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં અહીં બનશે નવા ફ્લાય ઓવર
- રૂપિયો તૂટ્યો! ડોલરની સામે 78.96ના ઐતિહાસિક તળિયે પહોંચ્યો, શું મહામંદીના ગ્રહણનાં એંધાણ?
- મહારાષ્ટ્રની રાજકીય ઉથલપાથલે લીધો નવો વળાંક, ઉદ્ધવ ઠાકરેને ફ્લોર ટેસ્ટ દ્વારા બહુમતી સાબિત કરવાનો આદેશ,