IPL 2019 : યુવરાજ નહી આ નવો ચહેરો કરોડોમાં વેચાયો, જેણે 17 વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી લીધો હતો સંન્યાસ

ઇન્ડિયન પ્રિમિયર લીગ ફક્ત દુનિયાની જ સૌથી મોટી ક્રિકેટ લીગ નથી પરંતુ તે એવું પ્લેટફોર્મ છે જે એક અજાણ્યા ખેલાડીને રાતોરાત સ્ટાર બનાવી દે છે. જયપુરમાં આયોજિત આઇપીએલ ઓક્શનમાં એક અજાણ્યા ખેલાડી વરુણ ચક્રવર્તીને કિંગ્સ ઇલેવન પંજાબે 8 કરોડ 40 લાખ રૂપિયાની મોટી રકમમાં ખરીદ્યો.

વરુણ ચક્રવર્તી એક સ્પિનર છે અને તેની બેઝ પ્રાઇઝ ફક્ત 20 લાખ રૂપિયા હતી. કિંગ્સ ઇલેવન પંજાબે તેને 42 ગણી કિંમત આપીને ખરીદ્યો છે.

મિસ્ટ્રી સ્પિનર છે વરુણ

તમિલનાડુના આ મિસ્ટ્રી સ્પિનરે ખૂબ જ છા સમયમાં ઘરેલૂ ક્રિકેટમાં પોતીની અનોખી ઓળખ ઉભી કરે છે. વરુણ ચક્રવર્તીએ તમિલનાડુ પ્રિમિયર લીગમાં 9 મેચોમાં 22 વિકેટ લઇને સનસની મચાવી દીધી હતી તે બાદ તેને વિજય હજારે ટ્રોફીમાં રમવાની તક મળી, જ્યાં તેણે 4.7ના ખૂબ જ ઓછા ઇકોનોમી રેટથી 9 વિકેટ ઝડપી. તે વિજય હજારે ટ્રોફીના બીજા નંબરના સૌથી સફળ બોલર રહ્યા.

17 વર્ષની ઉંમરે લીધો સંન્યાસ

તમને તે જાણીને નવાઇ લાગશે કે વરુણ ચક્રવર્તીએ 17 વર્ષની ઉંમરે જ ક્રિકેટ છોડી દીધું હતુ. વરુણે અભ્યાસ માટે થઇને ક્રિકેટ રમવાનું છોડી દીધું હતું. 12મું ધોરણ પાસ કર્યા બાદ વરુણે 5 વર્ષ સુધી આર્કિટેક્ટનો અભ્યાસ કર્યો. તે બાદ તેણે નોકરી પણ કરી પરંતુ તેમાં તેનું મન ન લાગ્યું, તે બાદ 25 વર્ષની ઉંમરે વરુણે ફરીથી ક્રિકેટના મેદાનમાં એન્ટ્રી કરી. તે બાદ વરુણ ચક્રવર્તીએ પાછળ વળીને નથી જોયુ. હવે તે આઇપીએલમાં 8.4 કરોડ રૂપિયામાં વેચાયો છે. બની શકે છે કે જો તે આઇપીએલમાં પ્રદર્શન કરશે તો તેને ભારતીય ટીમમાં રમવાની પણ તક મળે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter