GSTV
Home » News » ત્રણ વર્ષ પહેલા જ્યારે કીમો પોલ અને ખલીલ એહમદ આવ્યા હતા સામ-સામે , IPL-2019માં ફરીથી….

ત્રણ વર્ષ પહેલા જ્યારે કીમો પોલ અને ખલીલ એહમદ આવ્યા હતા સામ-સામે , IPL-2019માં ફરીથી….

આઇપીએલ -2019 એલિમીનેટર મેચ 8 મે, 2019 ના રોજ રમાઈ હતી. જે ટીમ હારી ગઈ તે બહાર . આ આકર્ષક મેચમાં, દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 1 બોલથી હરાવી દીધા હતા.જ્યારે અમિત મિશ્રા છેલ્લા ઓવરની ચોથી બોલ પર આઉટ થયો હતો.

આ દિલ્હીની આઠમી વિકેટ હતી. મેચ જીતવા માટે દિલ્હીને 2 બોલમાં 2 રનની જરૂર હતી. ખલીલ અહમદ બોલિંગ કરી રહ્યો હતો. કીમા પાઉલ, જે બેટિંગમાં આવ્યો એણે પ્રથમ બોલ પર મિડવિકેટ પર ચોગ્ગો ચોડી દીધો હતો. ત્યારે આ શૉટ સાથે દિલ્હીની ટીમ આઇપીએલની ફાઇનલમાં પહોંચવા માટે હવે એક મેચથી દૂર છે.

ખલિલ એહમદ અને કીમો પોલ આઈપીએલમાં આમને સામને દેખાતા 2016ની અંડર -19નાં વર્લ્ડ કપની યાદો તાજા થઈ હતી. જ્યારે સ્થળ – ઢાકા, બાંગ્લાદેશમાં ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ અન્ડર -19 વર્લ્ડકપ ફાઇનલ મેચ આ મેચમાં ભારતીય ટીમ ફક્ત 145 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.

જ્યારે 146 ના લક્ષ્યાંકનો પીછો કરતા આ મેચ છેલ્લી ઓવર સુધી આવી હતી. છેલ્લી ઓવરમાં વેસ્ટ ઇન્ડીઝને મેચ જીતવા માટે 6 બોલમાં 3 રનની જરૂર હતી. જ્યારે છેલ્લી ઓવર ખલીલ અહમદ ક્રીઝ પર આવ્યો હતો અને કીમો પોલ સ્ટ્રાઈક પર હતો. પ્રથમ બોલ પર રન બનાવ્યો. બીજી બોલ પર બેટ્સમેન ફરીથી એક રન માટે દોડ્યો હતો. ત્રીજા બોલ પર કિમોએ આ બોલ પર તેણે એક પુલ શૉટ લગાવ્યો અને એક રન ભાગ્યો હતો અને વેસ્ટ ઈન્ડિઝને મેચ જીતાવી હતી. વેસ્ટ ઈન્ડિઝ માટે આ પહેલી અંડર -19 વર્લ્ડકપની જીત હતી.

READ ALSO

Related posts

ICCએ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડને તાત્કાલિક બરતરફ કરાયું, જાણો શા માટે આટલી મોટી કાર્યવાહી કરાઈ

Path Shah

Tata motors ભારતમાં બંધ કરી શકે છે આ 4 કારોનું પ્રોડક્શન

Path Shah

વિશ્વ પટલ પર પીએમ નરેન્દ્ર મોદીની ધૂમ, લોકપ્રિયતાના નવા મુકામ પર નમો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!