GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

પાકિસ્તાનને ૧૭ વર્ષનો સૌથી મોટો ફટકો, સોમવારે થઇ શકે છે કોઇ મોટું એલાન

પાકિસ્તાનમાં સામાન્ય લોકો એક તરફ મોંઘવારીને લઇ પરેશાન છે તો બીજી તરફ રૂપિયો ગગડી જતા શેરબજારમાં રોકાયેલા નાણાનું ભારે નુકસાન સહન કરવું પડી રહયું છે.પાકિસ્તાનની આ હાલતને લઇ કેટલાય અર્થશાસ્ત્રીઓ ર૦૦૮ની મંદીની સાથે હાલના સમયની સરખામણી કરવા લાગ્યા છે. તેઓનું માનવું છે કે આગામી થોડા મહીનામાં જ મોંઘવારી ૧૦ ટકા સુધી પહોંચી શકે છે. જો કે સોમવારે પાક.ની સેન્ટલ બેંક આર્થિક હાલતને લઇ કોઇ મોટું પગલું ભરવા જઇ રહી છે.એવું માનવામાં આવે છે કે વ્યાજ દરોનો નિર્ણય કરાશે અને રૂપિયાને સંભાળવા માટે અન્ય કેટલાક મહત્વના નિર્ણયો લેવાશે. તમને એ જણાવી દઇએ કે પાક. શેરબજારમાં ૧૭ વર્ષમાં સૌથી મોટો ઘટાડો આવ્યો છે અને બે જ દિવસમાં પાક.નો રૂપિયો અમેરિકી ડોલરની સરખામણીએ ૩ રૂપિયા નબળો પડી ગયો છે. પાક.ના સમાચારપત્ર ડોનના જણાવ્યા મુજબ સેન્ટલ બેંક સોમવારે વ્યાજદરો પર નિર્ણય લેશે.ગુરૂવારે પાક. સેન્ટલ બેંક તરફથી એક નિવેદન દૃવારા જણાવાયું કે ૧૦ મેના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન વિદેશી મુદા ભંડાર ૧૩.૮૦ અબજ ડોલર ઘટીને ૮.૮૪૬ અબજ ડોલર થયો હતો.આ રકમમાંથી પાક.૩ માસથી ઓછો જરૂરી સામાન ખરીદી શકશે. પાક.નો રૂપિયો એક વર્ષમાં ર૦ ટકાથી વધુ ઘટી ગયો છે અને તે ડોલરની સરખામણીએ એશિયાની સૌથી ખરાબ પ્રદર્શન કરનાર નાણું બની ગયો છે. તમને એ જણાવીએ કે નબળો પડતા રૂપિયાથી દેશમાં મોંઘવારીમાં વધારો થાય છે.અત્યારે પાક.માં મોંઘવારી ૮ ટકા છે અને વીજળી સાથે સાથે પેટોલ, ડિઝલ અને ગેસ જેવા બળતણના ભાવ આસમાને પહોંચી ગયા છે.

 રોકાણકારોને કંઇ સમજાતું નથીઃ પાક.ની ઇમરાન સરકારે રાહત પેકેજ માટે આઇએમએફની કઇ કઇ શરતો માની એની અટકળો જ રોકાણકારોની ચિંતા વધારી રહી છે.

 ખજાનાને બચાવવા લીધા મોટા પગલાઃ પાક.ની ઇમરાન સરકારે ગબડતા રૂપિયાને રોકવા માટે એક સમિતિ રચી છે. વિદેશ પ્રવાસે જનારા પાકિસ્તાનીઓને મર્યાદિત માત્રામાં જ ડોલર આપવાનો કદાચ પાક. સરકાર નિર્ણય લઇ શકે છે. એવું કહેવાય છે કે હવે આ રકમ ૧૦ હજાર ડોલરથી ઘટાડીને ૩ હજાર ડોલર કરી શકે છે.સરકારના આ નિર્ણયથી સરકારના ખજાનામાં એક વર્ષમાં બે અબજ ડોલરથી વધારે બચત થઇ શકે  છે.

પાક.માં થયું છે શું?

(૧) ગંભીર આર્થિક સંકટ વચ્ચે પાક.ને છેલ્લા સપ્તાહમાં આઇએમએફ તરફથી છ અબજ ડોલરનું બચાવ પેકેજ મ/યુ; છે પણ આ નાણા પાક.ને ત્રણ વર્ષ દરમિયાન મળવાના છે. એનાથી લાંબા સમયથી આર્થિક સંકડામણ અનુભવી રહેલા પાક.ની માળખાકીય સગવડો અને લોન ચૂકવવાની સ્થિતિમાં સુધારો થવાની ચિંતા હજુ યથાવત જ છે એટલે શેરબજાર અને રૂપિયામાં વેચવાલી છે.

(ર) પાક.ના વર્તમાન વડાપ્રધાન ઇમરાન ખાન માટે આ નાણા સહાયની શરતો ચિંતાજનક છે.સ્થાનિક અખબારોમાં અત્યારથી જ તેની આકરી ટીકા શરૂ થઇ ગઇ છે.પાક.ના અખબારો લખે છે કે આઇએમએફએ લાખો લોકો પર કમરતોડ બોજ નાખ્યો છે તેના પરિણામો જલ્દી જોવા મળશે.આઇએમએફની શરતો લાગુ થવાથી સામાન્ય લોકો પર મોંઘવારીનો બોજ વધવાનો છે.

(૩) અર્થશાસ્ત્રીઓ માને છે કે હાલના સમયમાં પાક. મોંઘવારીનો માર સહન કરે છે. એવામાં વધતી બેરોજગારી વચ્ચે આ બચાવ પેકેજથી બળતણ પરનો વેરો વધશે, વીજળી મોંઘી થશે અને પાક.ના રૂપિયો વધારે ગગડશે.

Read Also

Related posts

So Cute! સિંહના બચ્ચાને ચિમ્પાન્ઝી પિવડાવી રહ્યું છે દૂધ, Viral Video જોઈને થઈ જશો ખુશ

Arohi

શરૂ થયુ કર્મચારીઓનું ઈન્ક્રિમેન્ટ, જાણો કંઈ કંપનીઓએ વધારવાની શરૂ કરી સેલેરી

Mansi Patel

મલાઇકા અરોરા જીમમાં બહેન અમૃતા સાથે વર્કઆઉટ કરતી જોવા મળી, વાયરલ થઈ રહ્યો છે વીડિયો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!