GSTV

નૃપેન્દ્ર મિશ્રાની નિવૃત્તિ બાદ PM મોદીનાં મુખ્ય સચિવ તરીકે પી.કે.મિશ્રાની નિયુક્તિ, પદભાર ગ્રહણ કર્યો

નૃપેન્દ્ર મિશ્રાએ પદ છોડ્યા બાદ પી.કે.મિશ્રાને પીએમ મોદીના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે પી.કે.સિંહાને પીએમ મોદીના મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત કરાયા છે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં પી.કે.મિશ્રાને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. પી.કે. મિશ્રા પૂર્વ કેબિનેટ સચિવ પણ રહી ચુક્યા છે. પીકે મિશ્રાને પીએમ મોદીના વિશ્વાસુ માનવામાં આવે છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે પીકે મિશ્રા સાથે તેમણે કામ કર્યુ હતુ. ત્યારે તેમને પીએમ મોદીના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

PM મોદીનાં નિકટનાં અધિકારીઓમાંથી એક

મળતી માહિતી પ્રમાણે પી.કે.મિશ્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં અત્યંત નિકટના વિશ્વાસુ અધિકારી છે. બન્ને ને ગુજરાતમાંથી સાથે કામ કરવાનો અનુભવ છે. તે સમયે વડાપ્રધાન મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતાં. પી.કે.મિશ્રાને તેમનાં નક્કી કરેલા સમય પ્રમાણે કામ પૂર્ણ કરવા માટે ઓળખવામાં આવે છે.

નૃપેન્દ્ર મિશ્રા માટે શું બોલ્યા વડાપ્રધાન?

વડાપ્રધાન મોદીએ નૃપેન્દ્ર મિશ્રાની નિવૃત્તિ વેળા વિદાય સમારોહનું આયોજન કર્યુ હતું. જેમાં વડાપ્રધાન મોદી સહિત અનેક મોટા નેતાઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં. વડાપ્રધાન મોદીએ નૃપેન્દ્ર મિશ્રાનાં વખાણ કરતા જણાંવ્યું કે, તેઓ એક કુશળ વહીવટકર્તા અધિકારીઓમાંથી એક છે. તેમણે એમ પણ જણાંવ્યું કે, તેમની સાથે કામ કરતી વેળા ઘણી સારી ચીજ-વસ્તુો શીખવા મળી છે.

READ ALSO

Related posts

કોરોનાની મહામારી વચ્ચે કોમવાદનું ઝેર ઓકતું પાકિસ્તાન, હિન્દુઓને નથી મળી રહી મદદ

Nilesh Jethva

ગુજરાતમાં હવે આ 5 શહેરો પર ફોક્સ, કોરોના ગામડામાં ન જાય માટે લેવાયો સૌથી મોટો નિર્ણય

Karan

ધોરણ 10 અને 12માના બોર્ડના રિઝલ્ટને થશે અસર, કોરોનાને પગલે સરકારે લીધો આ નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!