સોની ટીવી પર પ્રસારિત થતાં શો બેહદમાં સમયની ભૂમિકા નિભાવનાર પિયૂષ સહદેવ પર બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો હતો. એક અહેવાલમાં એવા દાવો કરવામાં આવ્યો હતો કે પિયૂષને દોષી ઠેરવવામાં આવી શકે છે.
રિપોર્ટસમાં કહેવામાં આવ્યું છે કે એક્ટરની મેડિકલ રિપોર્ટ પોઝિટિવ આવી છે, જેના કરાણે તેના પર લાગેલા આરોપ સાચા સાબિત થઇ શકે છે.
પિયૂષ અપરાધી સાબિત થઇ શકે છે કારણકે તેની મેડિકલ રિપોર્ટ્સ પોઝિટિવ આવી છે.
પિયૂષ પર આઇપીસીની ધારા 376 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેના પર 23 વર્ષની એક યુવતી પર બળાત્કારનો આરોપ છે, જે હેઠળ 22 નવેમ્બરે પોલીસે તેની ધરપકડ કરી હતી.