GSTV
Home » News » મોદી સરકારના આ મંત્રીએ ખાનગી બેંકોને ઝાટકી નાખી, ખાનગી બેંકો ભ્રષ્ટાચારનો ગઢ

મોદી સરકારના આ મંત્રીએ ખાનગી બેંકોને ઝાટકી નાખી, ખાનગી બેંકો ભ્રષ્ટાચારનો ગઢ

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલ બેંકોના ખાનગીકરણ મામલે નારાજગી જતાવીને અલગ મત રજૂ કર્યો છે. પિયુષ ગોયલે સરકારી બેંકોનો જોરદાર બચાવ કર્યો. તેમણે કહ્યું કે સત્ય એ છે કે ખાનગી બેંકોમાં ભ્રષ્ટાચારના વધુ કેસો સામે આવ્યા છે અને દેશમાં આજે જે વિકાસ થયો છે તે જાહેર બેંકોના કારણે છે.

પિયુષ ગોયલે મુંબઇમાં યોજાયેલ ઈન્ડિયા ટુડે કોનક્લેવ 2019માં બેન્કોનાં પ્રાઇવેટાઇઝેશન મુદ્દે વાત કરી હતી. કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે જાહેર બેંકો પર પડેલ માર અંગે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, સત્ય એ છે કે મોટાભાગના ભ્રષ્ટાચાર અને ગોટાળાના મામલા ખાનગી બેન્કો, કંપનીઓ, એનબીએફસીમાંથી બહાર આવ્યા છે. આ સરકાર આ સિસ્ટમને સાફ કરવા માંગે છે. તેમણે કહ્યું, ખાનગીકરણ એ દરેક સમસ્યાનું સમાધાન નથી.

જાહેર ક્ષેત્રની બેન્કોનો બચાવ કરતા પિયૂષ ગોયલે જણાંવ્યું કે, સાર્વજનિક ક્ષેત્રની બેંકના કારણે દેશમાં ખૂબ વિકાસ થયો છે, માળખાગત સુવિધાઓ વિકસિત થઈ છે. ખાનગી બેંકો યુવા ઉદ્યોગપતિઓને લોન આપતી નથી, જાહેર ક્ષેત્રની બેંકો આ કામ કરે છે, જાહેર ક્ષેત્રની બેંકોની ભૂમિકાની પ્રશંસા કરવી પડશે.

ગોયલે મીડિયા સાથે વધુમાં વાત કરતા જણાંવ્યું કે, ‘અમને ગર્વ છે કે આજે જાહેર ક્ષેત્રની બેંકોની સહાયથી સરહદી વિસ્તારમાં ખાનગી બેન્કો ન જાય ત્યાં બેંકિંગ સુવિધા ઉપલબ્ધ થઈ રહી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર સેક્ટર, મેન્યુફેક્ચરીંગનો વિકાસ બધાં જાહેર ક્ષેત્રની બેંકોને કારણે થયો છે. મને ખુદ જાહેર ક્ષેત્રની બેંકોથી ફાયદો થયો છે. પિયુષ ગોયલે કહ્યું કે, સરકારી બેંકો જોખમો લઈને લોન આપી રહી છે, પરંતુ ખાનગી બેંકો ખૂબ સુરક્ષિત લોન આપવા માગે છે. જો ભારતે આગળ વધવું હોય તો આપણે જાહેર ક્ષેત્રની બેંકને ટેકો આપવો પડશે.

READ ALSO

Related posts

ભાજપ જેવી જ કોંગ્રેસની હાઈટેક ઓફિસ તૈયાર, રૂપિયા 200 કરોડનો થયો છે ખર્ચ

Mayur

રૂપાણીનું ભાજપમાં વધ્યું કદ, ઉઝબેકિસ્તાનમાં સ્વાગત માટે લાગ્યા જાયન્ટ કદના પોસ્ટરો

Mayur

દિવાળી બાદ કોંગ્રેસમાં આવશે ભૂકંપ : આ ધારાસભ્યો જોડાઇ શકે છે ભાજપમાં, સીએમ સાથે થઈ મીટિંગ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!