GSTV
Food Funda Life Trending

બાળકો માટે ટેસ્ટી ચટપટો નાસ્તો/ માટે માત્ર 10 મિનિટમાં તૈયાર કરો મનપસંદ વાનગી, આ રહી મસાલેદાર પાઈપ પાપડ ચાટની રેસીપી

ભારતમાં ચટપટા સ્ટ્રીટ ફૂડના લોકો ખૂબ જ શોખીન હોય છે. જુદા જુદા વિસ્તારોમાં ખાણીપીણીની જુદી જુદી વસ્તુઓ પ્રખ્યાત છે. દેશમાં જુદા જુદા વિસ્તારોમાં અલગ-અલગ રીતનું ખાવાનું, અલગ સ્વાદની સાથે લોકો પસંદ કરે છે. પરંતુ સ્ટ્રીટ ફૂડ બધા રાજ્યોમાં મળી જાય છે. જેમાં એકથી એક સ્પાઈસી અને ચટપટી ડિશો ખાવામાં મળે છે. એવી સ્પાઈસી વસ્તુઓમાંની એક એટલે ચાટ. ચાટ ખૂબ જ લોકપ્રિય નાસ્તો છે. ચાટનો સ્વાદ ખટ-મીઠો અથવા ચટપટો હોય છે, એટલા માટે તેને ચાટ કહે છે.

સાંજના નાસ્તામાં લોકો ઘણીવાર ચાટ ખાય છે

ચાટ ઘણી જુદી-જુદી રેસિપીથી બનવામાં આવે છે. સાંજના નાસ્તામાં લોકો ઘણીવાર ચાટ ખાય છે. મોટાભાગના લોકો બજારથી ચાટ લઈને ખાય છે. જેમાં ઘણી વેરાઇટી આવે છે. પરંતુ ચટપટી અને સ્વાદિષ્ટ ચાટ તમે ઘરે પણ બનાવી શકો છો, એ પણ 10 મિનિટમાં, ઘર પર તમે સરળતાથી ચટપટી પાઈપ ચાટ બનાવી શકો છો. તેને ખાઇને તમારા સ્વાદનો શોખ પૂરો કરી શકશો. સાંજની ચા સાથે તેને ખાઈ શકાય છે. પાઈપ ચાટ બનાવવાની રીત સાવ સરળ છે. જે બાળકોને પણ ખૂબજ ભાવે છે. તો બાળકોના સ્વાદિષ્ટ ચટપટા નાસ્તા માટે ફટાફટ તૈયાર કરો લજીજ પાઈપ ચાટ. 

પાઇપ ચાટ બનાવવા માટે સામગ્રી

બટાકા, થોડી સમારેલી ડુંગળી. લીલી ચટણી, સમારેલું લીલું મરચું, લીલા ધાણા, મીઠી ચટણી, કાળા મરી પાવડર, મરચું પાવડર, ચાટ મસાલો, રોસ્ટ જીરું, પાઇપ પાપડ, સેવ નમકીન.

પાઇપ ચાટ બનાવવાની રેસિપી

સ્ટેપ 1 – પાઇપ ચાટ બનાવવા માટે સૌથી પહેલા બે બટાકા બાફો, બાફયા પછી તેણે ઠંડા કરીને છાલ દૂર કરીને પીસી લો.
સ્ટેપ 2 – ભાગેલા બટાકામાં બે સામાન્ય સમારેલી ડુંગળી, બે સામાન્ય સમારેલા લીલા મરચાં, કાપેલા લીલા ધાણા, લીલી ચટણી અને મીઠી ચટણી નાખો.
સ્ટેપ 3- બધી સામગ્રીને બાફેલા બટેકામાં સારી રીતે મિક્સ કરીને કાળામરી પાવડર, મરચું પાવડર, ચાટ મસાલો અને રોસ્ટ જીરું નાખીને મિક્સ કરો અને અંતમાં મીઠું નાખો.
સ્ટેપ 4- હવે પાઇપ પાપડને વાસણમાં ફ્રાય કરો, પછી એક પ્લેટમાં અલગથી નીકાળીને ઠંડુ કરો.
સ્ટેપ 5 – ઠંડુ થયા પછી પાઇપ પાપડને અડધા-અડધા ટુકડામાં કાપો.
સ્ટેપ 6 – હવે આ પાઇપ પાપડમાં બટાકાના મિશ્રણની સ્ટફિંગ કરો.
સ્ટેપ 7- આ સ્ટફ કરેલા પાઇપ પાપડમાં સેવ નમકીન લપેટો, તેના માટે પ્લેટમાં સેવ નમકીન નીકાળો અને પાઇપ પાપડને બંને બાજુથી સેવમાં ડિપ કરો.

હવે પાઇપ પાપડ ચાટ તૈયાર છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો

GSTV Web News Desk

Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા

Vishvesh Dave

IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ

Hardik Hingu
GSTV