GSTV

પિંક પોલ્યૂશન / નદી, તળાવ, વૃક્ષ, છોડ થયા ‘ગુલાબી’, માનવીઓના લોભના કારણે પર્યાવરણને થઇ રહ્યું છે ભારે નુકશાન

Last Updated on July 27, 2021 by Zainul Ansari

પ્રકૃતિ વ્યક્તિને કંઇકને કંઇક આપે છે. પરંતુ માનવ લોભ અને કુદરતી સંસાધનોના આડેધડ ઉપયોગથી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ઘણી વખત પ્રકૃતિનું આ પ્રકાર જોવા મળે છે જે માનવ સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થાય છે. નદીઓ, તળાવો અને સરોવરો સુકાઈ રહ્યા છે, જેઓ બાકી છે તે પ્રદૂષણને કારણે વિલુપ્ત થઇ રહ્યા છે. આ સ્થિતિ આપણા પોતાના દેશની જ નહીં પણ અન્ય દેશોની પણ છે. આર્જેન્ટિનામાં પ્રદૂષણને લીધે તળાવ, નદી, લૈગૂનના પાણીનો રંગ ગુલાબી થઈ ગયો છે. આ પિંક પોલ્યૂશનને કારણે લોકો, પ્રાણીઓ અને પક્ષીઓ, વૃક્ષો અને છોડના જીવ જોખમમાં મુકાયા છે.

પિંક પોલ્યૂશનનું કારણ?

અર્જેન્ટિનાના દક્ષિણ પેટાગોનિયા વિસ્તારમાં એક વિશાળ તળાવનું પાણી ગુલાબી થઇ ગયું છે. નિષ્ણાંતો અને environmental activistsનું કહેવું છે કે આ તળાવના ગુલાબી થવા પાછળનું કારણ કેમિકલ છે. સોડિયમ સલ્ફાઇડના ઉપયોગે આખા તળાવના પાણીને પ્રદૂષિત કર્યું છે.

ઝીંગા માછળી બની નદી માટે કાળ!

સોડિયમ સલ્ફાઇટનો ઉપયોગ ઝીંગા માછલીને એક્સપોર્ટ કરવા માટે સ્ટોક કરવા માટે થાય છે. સોડિયમ સલ્ફાઇટ એન્ટી બેક્ટેરિયલ પ્રોડક્ટ છે, જેનો ઉપયોગ માછલીઓની ફેક્ટ્રીમાં કરવામાં આવે છે. આ કેમિકલ નદી અને તળાવમાં જઇ રહ્યો છે. ઉપરાંત માછલી વેસ્ટ પણ નદીઓને પ્રદૂષિત કરે છે.

વૃક્ષ-છોડ પણ ગુલાબી થયા

પિંક પોલ્યૂશન ફક્ત નદીઓના પાણીને જ પ્રદૂષિત નથી કરી રહ્યું, પરંતુ પ્રદૂષણના કારણે આસપાસના કેટલાક વૃક્ષ અને છોડ પણ ગુલાબી રંગમાં પરિવર્તિત થઇ ગયા છે. આ પ્રદૂષણના કારણે પ્રકૃતિને ઘણું નુકશાન પહોંચ્યું છે.

સ્થાનિકોનું જીવન મુશ્કેલ

સ્થાનિક લોકો લાંબા સમયથી નદી અને તળાવ નજીક પર્યાવરણને નુકશાન પહોંચાડતી ફેક્ટ્રીઓની ફરિયાદ કરી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈ સચોટ પગલા નથી લેવામાં આવ્યા. પર્યાવરણ કાર્યકર્તા પણ અનેક વખત પ્રદર્શન કરી ચુક્યા છે પરંતુ કોઈ સુનાવણી નથી થઈ. ગત અઠવાડિયે તળાવનું ગુલાબી પાણી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

શું છે કાયદો

કાયદા મુજબ માછલીનો કચરો નદી અથવા પાણીમાં છોડતા પહેલા તેને સાફ કરવું જોઇએ. કેમિકલ તળાવ અથવા નદીમાં ન જવું જોઇએ, તેમ છતાંય તળાવ પાસે સ્થિત કંપનીઓ કાયદાનું પાલન નથી કરી રહી.

Read Also

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!