GSTV
Home » News » જાણો એ 4 સૈનિકોનાં વિશે જેમના નામ પર ઈડન ગાર્ડન્સનાં સ્ટેન્ડનું નામ પડ્યું

જાણો એ 4 સૈનિકોનાં વિશે જેમના નામ પર ઈડન ગાર્ડન્સનાં સ્ટેન્ડનું નામ પડ્યું

કોલકાતાનું પ્રખ્યાત ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ. જ્યારે ભારતમાં ક્રિકેટની વાત આવે ત્યારે કેટલાક સ્ટેડિયમો વગર તે સમાપ્ત થતું નથી. ઈડન ગાર્ડન્સ તે સ્ટેડિયમ્સની સૂચિમાં હંમેશાં ટોચ પર હોય છે. વર્ષ 1864 માં સ્થાપિત આ સ્ટેડિયમ ભારતનું સૌથી જૂનું ક્રિકેટ સ્ટેડિયમ છે. 2001 ની એતિહાસિક ભારત-ઓસ્ટ્રેલિયા મેચની વાત કરીએ તો, અથવા 1996ની એ કુખ્યાત સેમિફાઇનલની વાત કરીએ જે રમખાણોની સ્થિતિ આવી ગઈ છે. જ્યારે આ ઈડન ગાર્ડન્સમાં ઘણી યાદગાર મેચ જોવા મળી છે.

ઈડનનાં ખાતે 8 સ્ટેન્ડ નામ આપવામાં આવ્યા છે. તેમાંથી બે ક્રિકેટર સૌરવ ગાંગુલી અને બંગાળના ઓપનિંગ બેટ્સમેન પંકજ રોયના નામ પર છે. જ્યારે 2 સ્ટેન્ડનું નામ ક્રિકેટ સંચાલકો બી.એન.દત્ત અને જગમોહન દાલમિયાના નામ પર રાખવામાં આવ્યું છે. આ સિવાય સ્ટેન્ડ્સના નામ ભારતીય સૈનિકોના નામ પર રાખવામાં આવ્યા છે – કર્નલ નીલકાંતન જયચંદ્રન નાયર, હવાલદાર હંગપ્પન દાદા, લેફ્ટનન્ટ કર્નલ ધન સિંઘ થાપા અને સુબેદાર જોગીન્દરસિંહ સરન. લેફ્ટનન્ટ કર્નલ થાપા અને સુબેદાર સિંઘને પરમવીર ચક્ર અને કર્નલ નાયર અને હવાલદાર દાદાને અશોક ચક્ર આપવામાં આવ્યા છે.

23 જાન્યુઆરી, 2017 ના રોજ, સૌરવ ગાંગુલી સહિતના ક્રિકેટ સાથે સંકળાયેલા લોકોને ઈડન ખાતેના સ્ટેન્ડ્સ પર દર્શાવવામાં આવવાનો સન્માન મળ્યો. સ્ટેડિયમના સી બ્લોકને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને બીસીસીઆઈના વર્તમાન પ્રમુખ સૌરવ ગાંગુલીનું નામ મળી ગયું છે. જ્યારે ભૂતપૂર્વ CAB અને BCCI પ્રમુખ જગમોહન દાલમિયાની આ સાથે બ્લોક ડી અને એચને ભારતના ભૂતપૂર્વ ઓપનર અને બંગાળના કેપ્ટન પંકજ રોય અને બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ બીએન દત્તનું નામ મળી ગયું.

ત્યાર બાદ 28 એપ્રિલ 2017નાં એ રોજનાં તે વખતનાં રમત મંત્રી રહેલા વિજય ગોયલે ટ્વિય કરીને સ્ટેડિયમનાં ચાર અન્ય સ્ટેન્ડના નામ શહિદોનાં નામ પર રાખવા જોઈએ.

હંગપ્પન દાદા : અરુણાચલ પ્રદેશનાં રહેવાવાળા દાદ અસમ રેજિમેન્ટમાં હતા. ત્યારે આ વર્ષ 2016માં નોર્થ કશ્મીરનાં નૌગ્રામમાં ઘુસણખોરો સાથે લડતા લડતા શહિદ થયા હતા. તેમને મરણોપરાંત ચક્ર આપવામાં આવ્યો હતો. CABનાં અનુસાર તેમના નામને સ્ટેન્ડનાં અનાવરણ ગાંગુલીએ જાતે કરાવ્યું છે.

નીલકાંતન જયચંદ્રન નાયર : 16 મરાઠા લાઈટ ઈન્ફ્રેટ્રીની સાથે રહે નાયર 1993 માં નાગાલેન્ડમાં શહીદ થયા હતા. તેમણે 100થી વધારે આતંકિયોને ઘેરીને ઠાર માર્યા હતા. અશોક ચક્ર અને કિર્તિ ચક્ર મેળવનાર નાયરપનાં નામનું સ્ટેન્ડનું અનાવરણ લેફ્ટિનેંટ જરનલ બખ્શીએ કર્યું હતું.

જોગિંદર સિંહ સહનાન : નોર્થ-ઈસ્ટમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ પણ પોઝિશન છોડવાની ના પાડવા વાળા સિંહને મરણોંપરાંત પરમ વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમના સ્ટેન્ડનું અનાવરણ લેફ્ટિનેંટ જનરલ દુષ્યંત સિંહ, ચીફ ઓફ સ્ટાફ હેડ ક્વાટર્સ ઈસ્ટર્ન આર્મી કમાન્ડ અને CABનાં જોઈન્ટ સેક્રેટરી સુબીર ગાંગૂલીે સંયુક્ત રૂપે કર્યું છે.

ધન સિંહ થાપા : 1962માં ભારત-ચીન યુદ્ધમાં શામેલ થાપા ગોરખા રાઈફ્લ્સમાં હતા. તેમને પણ પરમ વીર ચક્રથી સન્માનિત કરવામા આવ્યો છે. તેમનાં સ્ટેન્ડનું અનાવરણ બંગાળ એરિયાનાં જનરલ કમાન્ડિંગ ઓફિસર લેફ્ટિનેંટ જનરલ ગિરિરાજ સિંહ અને CABનાં જોઈન્ટ સેક્રેટરી અવિષેક ડાલમિયાએ કર્યું હતું.

READ ALSO

Related posts

યુપીનાં સોનભદ્રનાં પર્વતોમાંથી અદભૂત ખજાનો મળ્યો, ગોલ્ડ સહિત અન્ય ધાતુઓ પણ મળી આવી

pratik shah

શાહીનબાગમાં બીજા દિવસે પણ વાટાઘાટોનું કોઈ પરિણામ નહીં

pratik shah

‘પેપરમાં 100ની નોટ મુકી દો પાસ થઈ જશો’ કહેનારા આચાર્યનો વીડિયો વિદ્યાર્થીએ યોગી આદિત્યનાથને ફોરવર્ડ કરી દીધો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!