GSTV
Home » News » હવે તમે મને શિખવશો તેમ જણાવીને કોકપીટમાં બાખડયા પાયલટ, પછી થયું એવું કે….

હવે તમે મને શિખવશો તેમ જણાવીને કોકપીટમાં બાખડયા પાયલટ, પછી થયું એવું કે….

પાઇલોટ્સ અને સહ-પાયલોટ વિમાનના કોકપિટમાં પ્લેન સંબંધિત કોઈપણ નિર્ણય લે છે, પરંતુ બે પાઇલોટ્સ વચ્ચે વિવાદ હોય તો, તે સ્પષ્ટ છે કે પેસેન્જરનું જીવન જોખમમાં આવશે. કંઈક એવું જ બન્યું હતું. જ્યારે આવી ઘટના 18 મહિના પહેલા અબુ ધાબીથી કોચી સુધીની એર ઇન્ડિયા એક્સપ્રેસ IX 452 ફ્લાઇટમાં થયું હતું.

ઉલ્લેખનીય છે કે 2 સપ્ટેમ્બર 2017 ના રોજ અબુ ધાબીથી કોચી સુધીની એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટને ભારે વરસાદમાં લેન્ડીંગ કરી હતી. પરંતુ વિમાન અસંતુલિત બન્યું અને તેના બંને પૈડા નાળામાં ઘુસી ગયા હતા. જ્યારે આ અકસ્માતમાં ત્રણ મુસાફરો ઘાયલ થયા હતા. જ્યારે વિમાનને પણ નુકસાન થયું હતું.

તે સમયે પ્રારંભિક તપાસમાં ખરાબ હવામાનને અકસ્માતનું કારણ તરીકે વર્ણવવામાં આવ્યું હતું. પરંતુ અધિકારીઓનાં હોશ ત્યાં ઉડી ગયા કે આગળની તપાસમાં એ સામે આવ્યું હતું, કે વિમાનની ઉતરાણ સંબંધિત પાઇલોટ અને મહિલા સહ-પાયલોટ વચ્ચે વિવાદ ઊભો થયો હતો.

એક અહેવાલ મુજબ જ્યારે ઇન્ડિયા એક્સપ્રેસ આઇએક્સ 452 ની ફ્લાઇટ જ્યારે લેન્ડ થઈ રહી હતી. ત્યારે પુરુષ પાયલોટને તેમનાથી ઉમ્રમાં 30 વર્ષીય નાની મહિલા સહ-પાયલોટે સલાહ અને ચેતવણી આપી હતી. પરંતુ આ વાત પુરુષ પાયલોટને ગમી નહી અને તેમણે કહ્યું કે હવે તમે મને શીખવશો અને તેમણે સહ-પાયલોટની વાત માનવાનો ઇનકાર કર્યો હતો.

પાયલોટ અને સહ-પાયલોટ વચ્ચે થયેલી ચર્ચાનું પરિણામ એ આવ્યું કે વિમાન રનવે છોડીને નાળામાં ઘુસ્યું હતું. ત્યારે આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. ત્યાર બાદ ઉડ્ડયન સત્તાવાળાઓ એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં વધુ ઉંમરના તફાવત વાળા પાયલટને મોકલવાનું ટાળવાનું એક નિર્દેશ બહાર પાડ્યો હતો. હવે આ બાબત હવે એરક્રાફ્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIb) Air India Express માટે પરિપત્ર બહાર પાડયો છે જેમાં જણાવ્યું હતું કે તેઓ ક્રૂ નાં કોઓર્ડિનેશન પર ધ્યાન કેન્દ્રિત કરે.

READ ALSO

Related posts

બદલાતા વાતાવરણ વચ્ચે પોતાની જાતને આ રીતે રાખો સ્વસ્થ, અપનાવો આ હેલ્થ ટિપ્સ

Bansari

સૌથી ખતરનાક સર્પ દોષ ક્યારે સર્જાય છે અને શું છે તેના નિવારણ માટેના ઉપાય, અહીં જાણો

Bansari

ભારતથી મળેલી હારથી બોખલાયા પાક ફેન્સ, પોતાના જ ખેલાડીઓને જાણો શું કહ્યું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!