GSTV
News Trending World

પ્લેનમાં પાઈલટ ઊંઘી જતા 37 હજાર ફૂટની ઊંચાઈએ પ્લેન ઉડતું રહ્યું, લેન્ડીગ સ્થળ પસાર થવા છતાં ન પડી ખબર

સુદાનના ખાર્તુમથી ઇથોપિયાની રાજધાની અદીસ અબાબા જતી વખતે ઇથોપિયન એરલાઇન્સના બે પાઇલોટ્સ ઊંઘી ગયા અને તેમનું લેન્ડિંગ સ્થળ આવતાં પ્લેન લેન્ડ કરાવવાનું ચૂકી ગયા. રિપોર્ટ અનુસાર આ ઘટના સોમવારે બની હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ફ્લાઈટ ET343 એરપોર્ટ પર પહોંચી ત્યારે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) એ એલર્ટ જારી કર્યું હતું, પરંતુ પાઈલોટ્સે લેન્ડ કરવાનું શરૂ કર્યું ન હતું.

રિપોર્ટમાં બીજું શું કહેવામાં આવ્યું?

રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે પાઈલટ ઊંઘી ગયા હતા, ત્યારે બોઈંગ 737ની ઓટોપાયલટ સિસ્ટમે પ્લેનને 37,000 ફૂટની ઉંચાઈ પર ઉડતું રાખ્યું હતું. પ્લેન તેની આગલી ફ્લાઇટ માટે રવાના થતા પહેલા લગભગ 2.5 કલાક જમીન પર રહ્યું.

અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ATCએ ઘણી વખત પાઇલોટ્સનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા મળી ન હતી. જ્યારે પ્લેન રનવે ની ઉપરથી ચાલ્યું ગયું જયાં તેને લેન્ડ થવાનું હતું, ત્યારે ઓટોપાયલોટ ડિસ્કનેક્ટ થઈ ગયું. એલાર્મ વાગતાં પ્લેનના બંને પાઇલટ જાગી ગયા હતા. આ પછી, તેણે 25 મિનિટ પછી રનવે પર ઉતરવા માટે પ્લેનને આસપાસ ફેરવ્યું. સારી વાત એ છે કે કોઈ નુકસાન થયું ન હતું અને પ્લેન સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું.

એવિએશન સર્વેલન્સ સિસ્ટમ એડીએસ-બીએ ઘટનાની પુષ્ટિ કરી છે. તેણે પ્લેનનો ફોટો પોસ્ટ કર્યો, જે અદીસ અબાબા એરપોર્ટ પાસે છે. મે મહિનામાં આવો જ એક બનાવ નોંધાયો હતો જ્યારે પ્લેન જમીનથી 38,000 ફૂટ ઊંચાઈએ ઉડી રહ્યું હતું ત્યારે ન્યૂયોર્કથી રોમ જતી ફ્લાઈટમાં બે પાઈલટ ઊંઘી ગયા હતા. એવિએશન રેગ્યુલેટર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં પુષ્ટિ થઈ હતી કે આઈટીએ એરવેઝના બંને પાઈલટ ઊંઘી રહ્યા હતા.

Related posts

દશેરા નિમિત્તે શોભાયાત્રા દરમિયાન મદરેસામાં ઘૂસી ટોળાએ બળજબરીથી કરી પૂજા, 9 પર FIR, 4ની ધરપકડ

Hemal Vegda

Arun Bali Passes Away: ‘કેદારનાથ’ ફેમ અરૂણ બાલીનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

Hemal Vegda

ડોલર સામે રૂપિયો ઑલ ટાઈમ લો પર, જાણો ભારતીય કરન્સીમાં કેમ આવ્યો ઘટાડો

Hemal Vegda
GSTV