GSTV

પાયલોટના આ કારણે ટાંટિયા ઢીલા પડ્યા : ખાસ વિશ્વાસુએ આપ્યો દગો, રાજસ્થાનમાં જૂથવાદ વકરશે

અવિશ્વાસ અને વિશ્વાસ પ્રસ્તાવ મામલે વિધાનસભાના સત્રમાં હાલમાં હોબાળો ચાલી રહ્યો છે. કોંગ્રેસમાં ચર્ચાતી વાત મુજબ પાયલોટના એક ખાસ વિશ્વાસુએ દગો કરતાં પાયલોટ પાસે કોંગ્રેસમાં પાછા ફર્યા સિવાય કોઇ વિકલ્પ જ નહતો. ૭૫ વર્ષના ભંવરલાલ શર્મા રવિવારે ચુપચાપ ત્યાંથી ખસી ગયા હતા અને કોંગ્રેસના મહામંત્રી વેણુ ગોપાલને મળ્યા હતા. તેમણે પોતાના કરતુત અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો અને પોતાનો તેમજ પોતાની સાથેના પાંચ અન્ય ધારાસભ્યોને ગેહલોત સરકારને ટેકો છે તેવી વાત કરી હતી.

જયપુર પાછા ફરવા અને મુખ્યમંત્રી ગેહલોતને મળી લેવા કહ્યું હતું

વેણુગોપાલે શર્માને તાત્કાલિક જયપુર પાછા ફરવા અને મુખ્યમંત્રી ગેહલોતને મળી લેવા કહ્યું હતું. શર્માની ગેરહાજરીથી પાયલોટ જુથમાં સોંપો પડી ગયો હતો. શર્મા રવિવારે આખો દિવસ દિલ્હીમાં જ પોતાના એક સંબધીને ત્યાં રહ્યા હતા અને બીજા દિવસે સવારે જયપુર પરત ફર્યા હતા. કોંગ્રેસે સોમવારે તેમને પત્રકારો સમક્ષ રજૂ કરવાની યોજના બનાવી હતી. પાયલોટને ખાસ વિશ્વાસુ ભાગી જતા પાયલોટ ઢીલા પડી ગયા હતા અને તેમની પાસે કોંગ્રેસમાં પાછા જવા સિવાય અન્ય કોઇ વિકલ્પ રહ્યો નહતો.

પાયલોટનું પુઃન સ્થાપન હજુ પણ મુશ્કેલ

ગઇ કાલે સાંજે રાજસ્થાનના કોંગ્રેસના ધારાસભ્યોને મળેલા મુખ્યમંત્રી અશોક ગેહલોતે આજે કહ્યું હતું કે સમાધાન પછી તેઓ સહજ રીતે અપસેટ હતા. જો કે તેમણે એમ પણ કહ્યું હતું કે તમામે ભૂતકાળ ભુલીની આગળ વધવું જોઇએ. જોખમમાં આવી પડેલી લોકશાહી માટે પણ આવું કરવું જોઇએ. એક સો કરતાં વધુ ધારાસભ્યો મારી પડખે હતા અને મધ્યપ્રદેશ તેમજ કર્ણાટકમાં કર્યું હતું તેવું રાજસ્થાનમાં કરવામાં ભાજપને પછડાડ ખાવી પડી હતી.જો કે કોંગ્રેસના આંતરિક વર્તુળો કહે છે કે ભલે સમાધાન થયું હોય પરંતુ ઓલ ઇઝ નોટ વેલ. ગયા મહિને બળવાખોરો સામે જે રીતે ગેહલોત જુથે પ્રહારો કર્યા હતા તેને તેઓ ભુલ્યા નથી. પરિણામે કોંગ્રેસના મોવડી મંડળને પણ પાયલોટની રાજસ્થાનમાં મોટી ભૂમિકા અંગે વિચાર કરવો પડયો હતો.

‘હવે શું થશે તે કહેવું ખુબ વહેલું ગણાશે

કોગ્રેસના એક વરિષ્ઠ સભ્યે કહ્યું હતું કે ‘હવે શું થશે તે કહેવું ખુબ વહેલું ગણાશે, પરંતુ એક વાત તો નક્કી છે કે પાયલોટને નાયબ મુખ્યમંત્રી કે પ્રદેશના પ્રમુખ બનાવવામાં નહીં જ આવે. પાયલોટને કાઇજ વચન આપવામાં આવ્યો નહતો અને તેની ઘર વાપસી વિના શરતે થઇ હતી. અમને અકળામણ અને કોંગ્રેસના કાર્યકારોમાં જોવા મળતી અસંતોષની જ્વાળાનો અહેસાસ છે. જ્યારે પણ ત્રણ સભ્યોની સમિતિ તેની કામગીરી શરૂ કરશે તો આ વાત સામે આવશે જ.

READ ALSO

Related posts

ખેડૂતો આનંદોઃ પાક નિષ્ફળ જાય તો પણ ચિંતા ન કરતા, હવે સરકારે કરશે આર્થિક મદદ

Ankita Trada

ગોટાળો, લશ્કરે ડ્રોનના એન્જીન માટે 24 લાખ આપ્યા પણ એ જ એન્જીનના હવાઈદળે રૂ.87 લાખમાં ખરીદ કર્યું

Dilip Patel

ભારત બંધ – પંજાબ સરકારે કાળા કાયદાનો વિરોધ કરીને ખેડૂતોના આંદોલનને ટેકો આપ્યો, ગુજરાત સરકાર ખેડૂતોની માંગ સાથે નથી

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!