અમદાવાદમાં મણિનગરને ખોખરા સાથે જોડતાં દક્ષિણી અંડરપાસ થોડો સમય માટે બંધ કરાયો હતો. અંડરપાસ પાસે પીલ્લર નમી પડતાં સાવચેતીના ભાગરૂપે વાહનવ્યવહાર માટે બંધ કરાયો હતો. ફાયર વિભાગે પોલીસ અને એસ્ટેટ વિભાગે સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓનો કાફલાએ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી કરી હતી અને નમી ગયેલા જોખમી પિલ્લરને તોડી પાડીને અંડરપાસ વાહનવ્યવહાર માટે ખુલ્લો કર્યો હતો. આ સાંકડા અંડરપાસમાં ટ્રાફિક વિભાગની ટોઈંગ ક્રેન પસાર થઈ રહી હતી ત્યારે ખોખરા બાજુથી બહાર નીકળતા સમયે પીલ્લર સાથે અથડાઈ હતી. જેને કારણે પીલ્લર નમી ગયો હતો. પોલીસે ક્રેઈન કબજે કરને ડ્રાયવર સામે કાર્યવાહી કરી છે.