GSTV
Banaskantha ગુજરાત ટોપ સ્ટોરી

રામદેવરા દર્શન માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, બનાસકાંઠાના 7 લોકોના મોત: ચીખથી ગુંજી ઉઠ્યો હાઈવે

અકસ્માત

જેસલમેરના રામદેવરા દર્શન માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે. શ્રદ્ધાળુઓથી ભરેલા ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. જેમા સાત શ્રદ્ધાળુઓના મોત થયા છે. અકસ્માતના લીધે ભારે અરેરાટી પ્રસરી હતી. મળતી માહિતી મુજબ મૃત્યુ પામનારા તમામ લોકો બનાસકાંઠા જિલ્લાના છે. અકસ્માતના લીધે મોટી સંખ્યામાં સ્થાનિકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે.

અકસ્માત

મળતી માહિતી મુજબ જેસલમેરના રામદેવરા દર્શન માટે શ્રદ્ધાળુઓ ટ્રેક્ટરમાં જઈ રહ્યા હતા. શુક્રવારે રાત્રે આઠ વાગ્યેની આસપાસ પાલી જિલ્લાના સુમેરપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં શ્રદ્ધાળુઓથી ભરેલા ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 7 શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ આંકડો વધી પણ શકે છે. મળતી માહિતી મુજબ તમામ મૃત્યુ પામનાર શ્રદ્ધાળુઓ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના છે. મળતી માહિતી મુજબ ટ્રેક્ટરમાં અંદાજે 20થી 25 શ્રદ્ધાળુઓ સવાર હતા. તેમાથી ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ રોંગ સાઈડમાં બે ટ્રેલર આવી રહ્યાં હતા. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભીષણ હતો કે ટ્રોલીમાં સવાર તમામ શ્રદ્ધાળુઓ ઉછળીને રસ્તા પર પડ્યા હતા.

ઘટનાની જાણ થતા સિરોહી કલેક્ટર ડો. ભંવરલાલ તેમજ એસપી મમતા ગુપ્તા પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. પાલી કલેક્ટર નમિત મહેતા અને એસપી ડૉ. ગગનદીપ સિંઘલાએ પણ સુમેરપુર માટે રવાના થયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

તેલંગાણા સીએમ કેસીઆરે તેલંગાણા રાષ્ટ્ર સમિતિને બનાવી દીધી ભારત રાષ્ટ્ર સમિતિ, રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશનો તખ્તો તૈયાર

HARSHAD PATEL

PM મોદીના શાંતિ આહ્વાન બાદ ઝેલેન્સકી પુતિન સાથે વાતચીત નહીં કરે, શાંતિ પ્રયાસોમાં યોગદાન આપવા માટે ભારતની તૈયારી

pratikshah

જે કોઈ લોકો કાયદામાં રહેશે,તે લોકો જ ફાયદામાં રહેશે, કેટલાક અસામાજીક તત્ત્વોએ શાંતિ ડહોળવા પ્રયાસ કર્યો

pratikshah
GSTV