GSTV
World

Cases
5409909
Active
7551514
Recoverd
583965
Death
INDIA

Cases
331846
Active
612815
Recoverd
24915
Death

સબરીમાલા પર ઘમાસાણ યથાવત્, કેરળમાં આજે બંધનું એલાન

કેરળ સરકારના વલણ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ સબરીમાલા સંરક્ષણ સમિતિ અને સબરીમાલા કર્મ સમિતિએ આજે બંધનું એલાન આપ્યું છે. આ બંધ સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીનો રહેશે. સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશના મામલે બંધના એલાનને ભાજપના કેરળ પ્રદેશ એકમે પણ ટેકો આપ્યો છે. આ સિવાય પ્રવીણ તોગડિયાના નવરચિત સંગઠન આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદે પણ બંધના એલાનને સમર્થન જાહેર કર્યું છે.

સબરીમાલા મંદિરમાં તમામ વયજૂથની મહિલાઓના પ્રવેશની વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનમાં સામેલ દેખાવકારોમાં ભાજપ અને કોંગ્રેસ એમ બંને પાર્ટીઓના સદસ્યોનો સમાવેશ થાય છે. વિરોધ સ્વરૂપે નામજપા એટલે કે પ્રાર્થના કરી રહેલા લોકોને પોલીસ દ્વારા હટાવાયા બાદ ભાજપના નેતાના એક જૂથે તે જ સ્થાને નામજપા શરૂ કર્યો છે.

નામજપા સ્વરૂપે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ ભાજપના પ્રદેશ મહામંત્રી સુરેન્દ્રન, એમ. ટી. રમેશ અને શોભા સુરેન્દ્રન કરી રહ્યા છે. જ્યારે કેરળ કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ કે. સુધાકરણે નિલાકલમાં વિરોધ કરી રહેલા લોકોનું નેતૃત્વ કર્યું અને શ્રદ્ધાળુઓની સાથે એકજૂટતા દર્શાવી હતી. શ્રદ્ધાળુઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહીના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. કોંગ્રેસે કહ્યું છે કે તેના કાર્યકર્તાઓ બંધના એલાનમાં સામેલ થયા નથી. પરંતુ આખા રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

કેરળના નિલ્લકલ, પંપા, એલ્વાકુલમ, સન્નિધનમમાં કલમ-144 લાગુ કરવામાં આવી છે. આ વિસ્તારોમાં એકસાથે ચાર કે તેથી વધારે લોકોને એકઠા થવા પર રોક લગાવવામાં આવી છે. કેરળ ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રીધરન પિલ્લઈએ મીડિયાની સાથેની વાતચીતમાં કહ્યુ છેકે ભગવાન અયપ્પાના ભક્તો પર પોલીસ દ્વારા લાઠીચાર્જના વિરોધમાં તેમણે પાર્ટીના કાર્યકર્તાઓને બંધના એલાનમાં સામેલ થવાની આપીલ કરી છે. ડાબેરી મોરચાની પી. વિજયનની સરકારની આકરી ઝાટકણી કાઢતા શ્રીધરને કહ્યુ છે કે શ્રદ્ધાળુઓ પર લાઠીચાર્જને કોઈપણ પ્રકારે યોગ્ય ઠેરવી શકાય નહીં.

જો કે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સબરીમાલાના મામલાને હિંદુ નવજાગરણ અને હિંદુ રુઢિવાદ વચ્ચેની એક લડાઈ ગણાવી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યુ છે કે તેમનું સંગઠન વિરાટ હિંદુ સમાગમ કાયદાના શાસનનું તરફદાર છે અને આપણે કાયદા સમક્ષ સમાનતા જાળવી રાખવી જોઈએ.

ત્રાવણકોર દેવાસ્વોમ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ પી. ગોપાલકૃષ્ણને કહ્યુ છે કે સબરીમાલા મંદિર પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તેઓ કેન્દ્ર સરકાર દ્વારા ઓર્ડિનન્સની લવાય તેવી માગણી કરી રહ્યા છે. કેટલાક શ્રદ્ધાળુઓએ જણાવ્યુ છે કે મંદિરોની પરંપરાનું પાલન થવું જોઈએ. કોર્ટે મંદિરમાં તમામ વયજૂથની મહિલાઓના પ્રવેશને મંજૂરી આપી છે. પરંતુ સદીઓથી દશથી પચાસ વર્ષ વયજૂથ વચ્ચેની કિશોરીઓ અને મહિલાઓએ ભગવાન અયપ્પાની પૂજા કરી નથી. આ તેમનો વિશ્વાસ છે અને તેનું તેઓ પાલન કરતા રહેશે.

વિરોધને કારણે આંધ્રપ્રદેશની એક મહિલાને ભગવાન અયપ્પા સ્વામીના દર્શન કર્યા વગર પાછી મોકલવામાં આવી હતી. પૂર્વી ગોદાવરી જિલ્લાની વતની માધવી નામની મહિલા અદાલતના ચુકાદા બાદ સબરીમાલાના પહાડી માર્ગે ચઢનારી પહેલી પ્રતિબંધિત વયજૂથની મહિલા હતી. માધવી બુધવારે સવારે પરિવાર સાથે મંદિરમાં પહોંચવાનો પ્રયાસ કરી રહી હતી. પોલીસે તેને સુરક્ષા ઉપલબ્ધ કરાવી હતી. પરંતુ અયપ્પા સેનાના કાર્યકર્તાઓએ તેને ઘેરી લીધી અને પાછા જવા માટે તાકીદ કરી હતી.

પોલીસે સવારે મહિલા શ્રદ્ધાળુઓનો રસ્તો રોકી રહેલા કેટલાક દેખાવકારોને કસ્ટડીમાં લીધા છે. જેમાં કેટલાક પૂજારી અને તેમના પરિવારના સદસ્યો પણ સામેલ છે. મંદિરના સંરક્ષક પંડાલમ શાહી પરિવારના કેટલાક સદસ્યોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાના અહેવાલ છે.

Related posts

આ કારણે ભારતમાં થાય છે દર વર્ષે 15.73 લાખ લોકોનાં મોત, Corona કરતાં પણ વધારે સંભાળ રાખવાની છે જરૂર

pratik shah

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યા આ 11 લક્ષણો, જાણો તમને કોરોના તો નથીને

Mansi Patel

લાશની તસ્વીર લઈ રહ્યો હતો ફોટોગ્રાફર, અચાનક મૃતદેહના મોઢામાંથી આવ્યો અવાજ અને…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!