GSTV
Home » News » રિલિઝ પહેલાં મુશ્કેલીમાં મુકાઇ સલમાનની ફિલ્મ ‘ભારત’, ટાઇટલને લઇને નવો વિવાદ

રિલિઝ પહેલાં મુશ્કેલીમાં મુકાઇ સલમાનની ફિલ્મ ‘ભારત’, ટાઇટલને લઇને નવો વિવાદ

સલમાન ખાનના આવનારી ફિલ્મ ભારતને રીલિઝ થવાને માત્ર ચાર દિવસની વાર છે ત્યારે ફિલ્મના નામને લઇને વિવાદ ઉભો થયો છે.ઇદના તહેવાર પર રીલિઝ થવા જઇ રહેલી આ ફિલ્મને લઇને દિલ્લી હાઇકાર્ટ એક પીઆઇએલ (PIL) દાખલ કરવામાં આવી છે.દાખલ કરેલી અરજીમાં કોર્ટ  ફિલ્મનુ નામ બદવા માટે રજુઆત કરવામાં આવી છે.હાઇ કોર્ટમાં અરજી દાખલ કરનારાઓનુ માનવુ છે કે ફિલ્મનું નામ ભારત રાખવાથી લોકોની લાગણીને ઠેસ પહોચી શકે છે.

અરજીમાં કહેવામાં આવ્યુ છે કે ફિલ્મનુ ટાઇટલ “ભારત” ભારતીય સંવિધાનના પ્રતીક અને નામ અધિનીયમ ધારા ૩નું ઉલ્લંઘન છે. આ ધારા અંતર્ગત “ભારત” નામનો ઉપયોગ કોમર્શીયલ પર્પઝ માટે કરી શકાય નહી. જોકે હજુ આ અરજી પર ફિલ્મના સ્ટાર કાસ્ટે કોઇ પ્રતિક્રિયા આપી નથી.

સલમાન ખાનની આ ફિલ્મ ૫ જુનના ઇદના તહેવાર પર રીલિઝ થશે.આ ફિલ્મમાં સલમાન ખાન ઉપરાંત કેટરીના કૈફ,દિશા પટાની,તબ્બુ જેવા કલાકારો હશે.આ ફિલ્મનું ડાઇરેક્શન આલી આ્બાસ ઝફરએ કર્યુ છે.

Read Also

Related posts

જૂનાગઢની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના આ ઉમેદવારોએ મેળવ્યો વિજય

Bansari

રિતિક રોશનની મમ્મી પર ચઢ્યો સુપર 30નો ફીવર, જુગરાફિયા સોન્ગ પર કર્યો ડાન્સ

Dharika Jansari

જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીના ઈતિહાસમાં આ વખતે સૌથી ઓછું મતદાન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!