GSTV
Home » News » Movie Review: માતાના નિધન બાદ ઘરમાં એકલી ફસાઇ 2 વર્ષની બાળકી, રૂંવાડા ઉભા કરી દેશે ‘પિહૂ’ની કહાની

Movie Review: માતાના નિધન બાદ ઘરમાં એકલી ફસાઇ 2 વર્ષની બાળકી, રૂંવાડા ઉભા કરી દેશે ‘પિહૂ’ની કહાની

બે વર્ષની બાળકીની આસપાસ ફરતી ફિલ્મ પીહૂ 16 નવેમ્બરના રોજ રિલિઝ થઇ। વિનોદ કાપડીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની સ્ટોરી ખૂબ જ શાનદાર છે અને તેમાં સૌથી રસપ્રદ બાબત છે નાનકડી બાળકીનો અભિનય. ફિલ્મની સ્ટોરી સંપૂર્ણપણે આ બાળકીની આસપાસ ફરતી રહે છે અને તે જોવુ મજેદાર રહેશે કે આ ફિલ્મ દર્શકોને જકડી રાખવામાં સફળ થાય છે કે નહી.

નાનકડી બાળકી માયરા વિશ્વકર્માના જેટલા વખાણ કરો તેટલા ઓછા છે. તેનું ભોળપણ જ ફિલ્મમાં જીવ રેડી દે છે. ફક્ત ડાયરેક્ટર જ નહી ઘણીવાર એવું લાગે છે કે પિહૂ પોતે જ કેમેરાને ગાઇડ કરી રહી હોય.

એક મોટા ઘરમાં એકલી બંધ પિહૂ પહેલા પોતાની જાતને ફ્રીજમાં બંધ કરી લે છે, તે બાદ ગીઝર અને અન્ય ઇલેક્ટ્રોનિક આઇટમ ઑન કરી દે છે. પિહૂ પોતાના માટે ભોજન બનાવવાનો પ્રયાસ કરે છે. અથડાતા-પછડાતા પીહૂ વારંવાર બચી જ્યારે તેની ઢીંગલી તેના એપાર્ટમેન્ટની બિલ્ડીંગમાંથી નીચે પડી જાય છે.

કોઇપણ સ્ટાર પાવર કે આઇટમ સોન્ગ વિના આ ફિલ્મ તમારુ ધ્યાન ખેંચશે. બે વર્ષની બાળકી ઘરમાં એકલી હોય છે અને તે ફ્રીજમાં કેદ થઇ જાય છે. તે પોતાની મૃત માતાને જગાડવાનો પ્રયાસ કરે છે. ઘરમાં એકલી બાળકી ક્યારેક કિચનમાં ગેસ ચાલુ કરે છે તો ક્યારેક માઇક્રોવેવ ઑન કરે છે.

આ સસ્પેન્સથી ભરપૂર એક માસૂમ બાળકીની રસપ્રદ કહાની છે. પિહૂને ઉંચી ઇમારતની બાલ્કની પર ઉભેલી દર્શાવવામાં આવી છે. ફિલ્મના અંતમાં શું થાય છે તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે. પરંતુ તે ચોક્કસપણે કહી શકાય કે આ ફિલ્મ દર્શકોને જકડી રાખવામાં સફળ રહેશે.

આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે. પહેલાં જ આ ફિલ્મ અનેક ફિલ્મ ફેસ્ટિવલમાં જઇ ચુકી છે. પામ સ્પ્રિંગ્સ અને ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં આ ઓપનિંગ ફિલ્મ હતી.

Read Also

Related posts

2019ની લોકસભા ચૂંટણીમાં કરોડપતિ ઉમેદવારો ચૂંટાયા

Dharika Jansari

પોરબંદરનું કિર્તી મંદિર આ કારણે છે 79 ફૂટ ઉંચુ

Mayur

BJDના આ 25 વર્ષના મહિલા સાંસદ લોકસભાના સહુથી નાના સભ્ય બન્યાં

Mayur
Do NOT follow this link or you will be banned from the site!