GSTV
Home » News » કપડાં પર કબૂતરની વિષ્ટા પડે તો ભૂલથી પણ ના પહેરતા : આ રોગને આપશો આમંત્રણ, એકનું મોત

કપડાં પર કબૂતરની વિષ્ટા પડે તો ભૂલથી પણ ના પહેરતા : આ રોગને આપશો આમંત્રણ, એકનું મોત

શાંતિદૂત તરીકે પંકાયેલા કબૂતરની વિષ્ઠા માણસ માટે જીવલેણ સાબિત થઇ શકે છે એવો એક કિસ્સો પાટનગર નવી દિલ્હીની હૉસ્પિટલમાં નોંધાયો હતો. અવાવરું ફ્લેટ કે ઘરની છત પર બેસી રહેતા કબૂતરો હંમેશાં કપડાં બગાડતાં હોય છે. તમારા કબૂતરોને ભગાડવા માટે લાખ પ્રયાસો પણ ઓછા પડે છે.

શહેરોમાં ફલેટ વિસ્તારમાં આ સૌથી મોટી સમસ્યા જોવા મળે છે. કપડાં ખરાબ થાય તો મહિલાઓ ફરી કપડાં ધોવા નાખે છે કે, વિષ્ટાને ખંખેરી નાખી કપડાં તાર પરથી લઇ લેતી હોય છે પણ આ એક સૌથી મોટો ખતરો છે. સૂકાઈ ગયેલી વિષ્ટા એ શરીર માટે નુક્સાનકારક છે.

નિષ્ણાત ડૉક્ટરે આપેલી માહિતી મુજબ કબૂતરની વિષ્ઠા સૂકાયા બાદ એવા બેક્ટિરિયા છોડે છે જે માણસના શરીરના અંગોને દૂષિત કરી શકે છે. એથી થતી બીમારીને એક્યુટ હાઇપર સેન્સિટિવિટી ન્યૂમોનાઇટિસ તરીકે ઓળખાય છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઑફ મેડિલક સાયન્સીઝ સાથે સંકળાયેલા એક ડૉક્ટરે કહ્યું કે આ બીમારીનો ભોગ બનેલા ઓછામાં ઓછા 300 પેશન્ટ દિલ્હીની વિવિધ હૉસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે.

આ ડૉક્ટરે વધુમાં કહ્યુ કે આ બેક્ટિરિયા લીવર, કિડની, હાર્ટ અને ફેફસાંને પ્રતિકૂળ અસર કરે છે અને એ ઘાતક નીવડી શકે છે. તાજેતરમાં દિલ્હીની એક હૉસ્પિટલમાં સારવાર હેઠળની એક મહિલા મરણ પામી હોવાનો કિસ્સો બન્યો હતો. આ પ્રકારનો આ પહેલો કિસ્સો હતો.

Related posts

‘ક્યારે કરવી છે પરિવારજનો સાથે અંતિમ મુલાકાત ?’ નિર્ભયા કેસના નરાધમોની ફાંસીનું કાઉન્ટડાઉન શરૂ

Bansari

કૈલાશ ખેરે કહ્યું, ‘હું ધારૂં તો ટ્રમ્પને અગડ બમ બમ લહેરી સોંગ પર નચાવી શકું’

Mayur

રોજનાં માત્ર 40 રૂપિયા બચાવીને તમે જમા કરી શકો છો 8 લાખ રૂપિયા, આ છે પૈસાદાર બનાવતી સ્કીમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!