GSTV
Home » News » ઈંગ્લેન્ડનાં પત્રકારે ઉડાવી વીરેન્દ્ર સહેવાગની મજાક, વર્લ્ડકપ જીત્યા બાદ આવી રીતે દાખવ્યુ વલણ

ઈંગ્લેન્ડનાં પત્રકારે ઉડાવી વીરેન્દ્ર સહેવાગની મજાક, વર્લ્ડકપ જીત્યા બાદ આવી રીતે દાખવ્યુ વલણ

બ્રિટનનાં સૌથી પોપ્યુર પત્રકાર પીયર્સ મોર્ગન ભારતમાં ચર્ચાનો વિષય બનેલા છે. વર્લ્ડકપ જીત્યા બાદ પીયર્સ મોર્ગને વીરેન્દ્ર સહેવાગ સાથે ત્રણ વર્ષ જૂનો બદલો વાળ્યો છે.

વાસ્તવમાં 2016માં પીયર્સ મોર્ગને ભારતના એક સમાચાર પત્રનો ફોટો શેર કરતાં લખ્યુ હતુકે, “ કેટલી શરમજનક વાત છેકે, 1.2 અબજ વસ્તી ધરાવતો દેશ બે મેડલ હાર્યા બાદ ઉજવણી કરી રહ્યો છે. હકીકતમાં બ્રાઝીલમાં થયેલી ઓલંપિકમાં ભારતે એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારત આવવા પર મેડલ વિજેતાઓનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. પીવી સિંધૂએ સિલ્વર અને સાક્ષી મલિકે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ ટ્વીટ બાદ વીરેન્દ્ર સહેવાગે પીયર્સ મોર્ગનની બોલતી બંધ કરી દીધી હતી. વીરેન્દ્ર સહેવાગે પીયર્સ મોર્ગનને ટેગ કરતાં લખ્યુ હતુકે, અમે નાની નાની ખુશીઓ ઉજવીએ છીએ, પરંતુ ઈંગ્લેન્ડ જેણે ક્રિકેટનું ઈંન્વેન્ટ કર્યુ છે, તે હજી સુધી વર્લ્ડકપ જીતી શક્યુ નથી. એ કેટલી શરમજનક વાત છે. ત્યારબાદ પીયર્સ મોર્ગને કોઈ જવાબ આપ્યો ન હતો. અને યોગ્ય સમયની રાહ જોઈ હતી.

2019  વર્લ્ડકપ જીત્યા બાદ પીયર્સ મોર્ગને ત્રણ વર્ષ જૂની વાતને ફરી યાદ કરતાં વીરેન્દ્ર સહેવાગને ટેગ કરતાં કહ્યુ હતુકે, “ હાય, વીરેન્દ્ર સહેવાગ” સોશિયલ મીડિયા પર પીયર્સ મોર્ગનની આ ટ્વીટ ખૂબ વાયરલ થઈ રહી છે. હવે ભારતીય ક્રિકેટ ફેન્સને વીરેન્દ્ર સહેવાગના જવાબની રાહ છે. કારણકે, સહેવાગ શાનદાર ટ્વીટ્સ માટે જાણીતો છે.

READ ALSO

Related posts

અમદાવાદ: ગણેશ મહોત્સવમાં સાબરમતિને સ્વચ્છ રાખવા મનપા કરશે સ્પર્ધાનું આયોજન, આવા છે નિયમો

Riyaz Parmar

જન્માષ્ટમી : દિકરા આઝાદે પિતા આમિર ખાનની પીઠ ઉપર ચઢીને ફોડી દહી હાંડી, વીડિયો થયો વાયરલ

Nilesh Jethva

VIDEO : આ મહિલાને મોબાઈલ ઉપર એટલો પ્રેમ કે ઓટોમાં ભુલી ગઈ બાળક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!