GSTV
Home » News » બર્ગરમાં હતા કાચના ટૂકડા, પછી થયું એવું કે…..

બર્ગરમાં હતા કાચના ટૂકડા, પછી થયું એવું કે…..

31 વર્ષિય સાઝિત પઠાણ અને તેમનાં મિત્રો સાથે બર્ગર કિંગમાં જમવા માટે ગયા હતા. જ્યાં તેમણે બર્ગર, અને સોફ્ટ ડ્રિંક્સનો ઓર્ડર કર્યો હતો. ત્યાર બાદ જ્યારે તેણે બર્ગરનું એક પીસ મોઢામાં ચાવ્યું ત્યારે તેને લાગ્યું કે ગળામાં કંઇક અટવાઈ ગયું છે. અને તેના ગળામાંથી લોહી પણ નીકળવા લાગ્યું હતું.

જ્યારે આ પીસને થૂક્યો ત્યારે જોયું કે તેમાં કાચનાં ટૂકડા નિકળ્યા હતા. ત્યાર બાદ તેના મિત્રોએ બર્ગર જોયા ત્યારે તેમા કાચનાં ગ્લાસના ટૂકડા હતા, આ જોઈને તેઓ હેરાન અને સ્તબ્દ્ધ થઈ ગયા હતા. ત્યાર બાદ સાઝિત પઠાણને હોસ્પિટલમાં દાખલ કરીને અને તાત્કાલિક સારવાર માટે 15,000 રૂપિયા જમા કરાવ્યાં હતા. ત્યાર બાદ બીજા દિવસે તેમને વધારે રકમ જમા કરાવવી પડી હતી.

ત્યાર બાદ બર્ગર કિંગના સંચાલક સિદ્ધાર્થનો સંપર્ક સાધ્યો હતો. તેમણે આ મામલો સંપૂર્ણ પાયા વિહોણો છે અને તેમણે દાવો કર્યો છે,કે કંપનીના આઉટલેટને બદનામ કરવાની અને પૈસા એંઠવાની સાજિશ છે. જ્યારે સમગ્ર મામલે બર્ગર કિંગ સામે પોલીસ ફરિયાદની નોંધવામાં આવી છે. ત્યારે આ મામલે ડેક્કન જિમખાના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દીપક લાગડે જણાવ્યું હતું કે, અમે ગ્રાહકની ફરિયાદ નોધી છે. અને હોસ્પિટલમાંથી તબીબી રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

READ ALSO

Related posts

પાકિસ્તાન માટે સોશિયલ મીડિયા બન્યું માથાનો દુખાવો, જાણો શા માટે ગૂગલ અને ફેસબૂકે દેશ છોડવાની વાત કરી

Arohi

8 ધોરણ ભણેલો તાહિર રાજકારણમાં આવતા કરોડોમાં આળોટવા લાગ્યો, સંપત્તિનો આંકડો જોઇ દંગ રહી જશો

Bansari

વાજપેયીની સલાહ ન માનનારા અમારી અપીલને થોડી ગણકારશે, રાજધર્મ પર કોંગ્રેસના નેતાએ સરકારને ઝાટકી

Karan
Do NOT follow this link or you will be banned from the site!