GSTV
Baroda Trending ગુજરાત

સ્વીટી પટેલ હત્યા કેસ / PI અજય દેસાઇ વિરૂદ્ધ લેવાયું એક્શન, 11 દિવસના રિમાન્ડ પણ કોર્ટે કર્યા મંજૂર

વડોદરા જિલ્લાના PI અજય દેસાઇની પત્ની સ્વીટીબેનની હત્યાના કેસમાં સંડોવણી બહાર આવ્યાં બાદ DSP એ પીઆઇને સસ્પેન્ડ કરી દીધા હતાં.

ઉલ્લેખનીય છે કે પીઆઇ દેસાઇએ પોતાની પત્ની સ્વીટીબેન ગુમ થઇ હોવાની ફરિયાદ સૌ પ્રથમ પીઆઇએ સ્વીટીબેનના સાળા દ્વારા કરજણ પોલીસમાં આપી હતી. લાંબો સમય સુધી સ્વીટીબેનનો કોઇ પત્તો નહીં લાગતા આખરે ગૃહખાતામાંથી તપાસ માટેના ઓર્ડરો આવ્યા બાદ સમગ્ર જિલ્લા પોલીસ તંત્રને જાણ થઇ હતી કે પીઆઇ દેસાઇના પત્ની એક મહિનાથી ગુમ છે.

ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ હાથ ધરાતા પીઆઇ દેસાઇએ જ પત્ની સ્વીટીબેનની હત્યા થઇ હોવાનું બહાર આવ્યું

જિલ્લા પોલીસની તપાસ દરમિયાન કેટલાંક પુરાવા મળ્યાં હતાં અને બાદમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ હાથ ધરાતા પીઆઇ દેસાઇએ જ પત્ની સ્વીટીબેનની હત્યા થઇ હોવાનું બહાર આવ્યું હતું. પીઆઇ દેસાઇની ધરપકડ સાથે ડીએસપી દ્વારા પીઆઇ દેસાઇ સામે તપાસ સોંપવામાં આવી હતી અને ગઇ કાલે હેડક્વાર્ટર ડીવાયએસપી દ્વારા પીઆઇ દેસાઇને સસ્પેન્ડ કરવાનો હુકમ સુપરત કરવામાં આવ્યો હતો.

PI દેસાઇ અને કિરીટસિંહ જાડેજા વિરૂદ્ધ 11 દિવસના રિમાન્ડ મંજૂર

અત્રે નોંધનીય છે કે, વડોદરા જિલ્લાના કરજણ ખાતેની પ્રયોશા સોસાયટીમાં પોતાના ઘેર સ્વીટીબેનનું ગળું દબાવીને ઠંડે કલેજે હત્યા કરવાના ચકચારભર્યા બનાવમાં સ્વીટીબેનના પીઆઇ પતિ એ.એ. દેસાઇ અને પીઆઇને હત્યા બાદ લાશ વગે કરવામાં મદદ કરનાર કિરીટસિંહ જાડેજાને ગત રોજ કોર્ટમાં રજૂ કરીને પોલીસે વધુ તપાસ માટે બંનેના ૧૧ દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, 25 જુલાઈના રોજ વડોદરાના ચકચારી સ્વીટી પટેલ કેસને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી લીધો હતો. તપાસનો દોર હાથમાં લીધાના ગણતરીના દિવસોમાં સ્વીટી પટેલના પતિ અને વડોદરા SOG પીઆઈ અજય દેસાઈએ આખરે 49 દિવસ પછી કબૂલ્યું હતું કે, તેમણે જ ગળેટૂંપો દઈને પત્ની સ્વીટી પટેલની હત્યા કરી હતી.

આ હત્યા કેસમાં પુરાવાનો નાશ કરવામાં મદદ કરવા બદલ પીઆઈ અજય દેસાઈના મિત્ર કિરીટસિંહ જાડેજા સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અજય દેસાઈએ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ નાર્કો ટેસ્ટ નો ઇન્કાર કરતા જ પોલીસ ને અજય દેસાઈ પર શંકા પ્રબળ બની હતી જેને બાદ ઉગ્ર પૂછતાછ માં પી.આઈ એ ગુનો કબુલતા પોલીસ બેડામાં ચકચાર મચી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મળ્યો મોટો ઝટકો! મહીસાગર જિલ્લાના ઉપપ્રમુખ ઉદેસિંહ ચૌહાણે આપ્યું રાજીનામું, પંજાને છોડી જોડાયા આપમાં

pratikshah

શિન્દેસેના અને ઉદ્ધવસેના વચ્ચે થશે દંગલ, જેમાં ચૂંટણીપંચ હશે નિર્ણાયક

Damini Patel

સ્કૂલના બાળકોએ બનાવી મસાલેદાર ભેળપૂરી, વીડિયો જોતા જ લોકો બોલ્યા “ભૂખ લાગી ગઇ યાર”

Damini Patel
GSTV