મહિલા ઊંઘમાંથી ઉઠી તો પેન્ટનું બટન અને ચેઇન ખુલ્લી હતી, વિમાનની અંદર ભારતીયનું કારસ્તાન

વિમાનની અંદર મહિલા મુસાફરનું યૌન શોષણના આરોપમાં દોષિત ઠેરવાયેલા ભારતીયને 9 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. તમિલનાડુના રહેવાસી ભારતીય નાગરિક વિરુદ્ધ ગુરુવારે કોર્ટમાં નિર્ણય આપવામાં આવ્યો હતો. એચ-1બી વિઝા પર 2015માં અમેરિકા આવેલા પ્રભુ રામમૂર્તિની સજા પુરી થયા બાદ ભારત પાછો મોકલી દેવામાં આવશે. 34 વર્ષનો રામમૂર્તિ પત્ની સાથે પ્લેનમાં હતો. વચ્ચેની સીટમાં તે હતો. બાજુની સીટ પર તેની પત્ની હોવા છતાં તેેને બાજુમાં સૂઈ રહેલી વિદેશી મહિલાના શર્ટના બટન ખોલી દીધા હતા અને પેન્ટની ચેઇન પણ ખોલી નાખી હતી. મહિલા ઉઠી ત્યારે ત્યારે તેને પોતાની સ્થિતિ જોઇને ફ્લાઇટ એટેન્ડડન્ટને બોલાવ્યા હતા.

ડેટ્રોઇટની ફેડરેલ કોર્ટે તેને ૯ વર્ષની સજા ફટકારી

આ ઘટના ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં લાસ વેગાસથી ડેટ્રોઇટ જતી સ્પિરિટ એરલાઇન્સની ફલાઇટમાં બની હતી.આરોપી પ્રભુ રામમૂર્તિ ૨૦૧૫માં એચ-૧બી વિઝા પર અમેરિકા આવ્યો હતો. ડેટ્રોઇટની ફેડરેલ કોર્ટે તેને ૯ વર્ષની સજા ફટકારી જણાવ્યું છે કે સજા પૂર્ણ થયા પછી તેને ભારત પરત મોકલી દેવામાં આવશે. આ ચુકાદો આપતી વખતે જજ ટેરેન્સ બર્ગે જણાવ્યું છે કે આ પ્રકારનો અપરાધ કરનાર ગુનેગારોને સબક મળશે.

સલામત મુસાફરી કરવાનો દરેકને અધિકાર

આ ચુકાદા પછી યુએસ એટર્ની મેથ્યુ સ્ચનેડરે જણાવ્યું છે કે વિમાનમાં સુરક્ષિત અને સલામત મુસાફરી કરવાનો દરેકને અધિકાર છે. પીડિતાની નિર્બળતાનો લાભ લેનાર કોઇ પણ વ્યકિતને અમે ચલાવી નહીં લઇએ. તમિલનાડુના રહેવાસી રામમૂર્તિને ઓગસ્ટમાં પાંચ દિવસની સુનાવણી પછી દોષિત ઠેરવવામાં આવ્યો હતો. સાક્ષીઓના જણાવ્યા અનુસાર પોતાની પત્ની સાથે વિમાનમાં બેસેલા રામમૂર્તિએ ઉંઘી રહેલી એક મહિલાની જાતીય સતામણી કરી હતી.

ફલાઇટ એટેન્ડન્ટને મદદ માટે બોલાવ્યા

જ્યારે આ મહિલા ઉંઘમાંથી ઉઠી તો તેના કપડા અસ્ત વ્યસ્ત હતાં. મહિલાની પેન્ટનું બટન અને ચેઇન ખુલ્લા હતાં. પીડિતાએ તરત જ ફલાઇટ એટેન્ડન્ટને મદદ માટે બોલાવ્યા હતાં. જજ ટેરેન્સ બર્જે આશા સેવી છે કે તેનાથી અન્ય લોકો આવો ગુનો કરતા ખચકાટ અનુભવે તેના માટે અમે આકરી સજા સંભળાવી છે. જો કે, સંઘીય અભિયોજકોએ આ ધુણિત કામ માટે રામમૂર્તિને 11 વર્ષની સખ્ત કેદની સજા આપવાની માંગ કરી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter