GSTV

હવે યુઝર્સ સરળતાથી બનાવી શકશે PDF ફાઈલ, CamScannerની જગ્યા લેવા આવી ગઈ આ ભારતીય એપ

ચીનની સાથે થયેલ વિવાદ બાદ ભારતને ઘણી ચીની એપ્સ પર પૂર્ણ રીતે બેન લગાવી દીધો હતો. જે એપ્સ પર બેન લગાવવામાં આવ્યો છે તો હવે યૂઝર્સ તેનું રિપ્લેસમેન્ટ શોધી રહ્યા છે. બેન કરવામાં આવેલ એપ્સમાં એક એપ હતી CamScanner જેના ભારતમાં ઘણા બધા યૂઝર્સ છે. આ એફ થકી યૂઝર્સને કેમરાથી સ્કેન કરી PDF ફાઈલ તૈયાર કરી તેને ડૉક્યૂમેન્ટની જેમ મોકલી શકે છે. તો હવે તેની જગ્યાએ એક ભારતીય એપ Photostat આવી ગયુ છે. જેની ખામીને પૂર્ણ કરશે.

એપ પૂર્ણ રીતે સુરક્ષિત

આ મેડ ઈન ઈન્ડિયા એપ PhotoStat માં ઘણા નવા ફીચર્સ છે. ફીચર્સની વાઈડ રેન્જ ઓફ કરનાર આ એપ પર તમે ડૉક્યૂમેન્ટ્સ સ્કેન કરી શકે છે. સંદીપ હુડકાસિયાની ટીમ દ્વારા તૈયાર કરવામા આવેલ આ એપ પૂર્ણ રીતે સુરક્ષિત છે. આ એપ યૂઝર્સ માટે બિલુકસ ફ્રી છે અને તેના થકી તૈયાર કરવામાં આવેલ ડૉક્યૂમેન્ટ્સ પર કોઈ વોટર માર્ક પણ દેખાતો નથી.

એપમાં મળશે વન ક્લિક શેર ઓપ્શન

PhotoStat એપમાં હિન્દી ભાષાનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. જેમાં જરૂરી ડૉક્યૂમેન્ટ્સને તમે ફેવરીટ પણ માર્ક કરી શકો છો. તે સિવાય તેમાં વન ક્લિક શેરનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે. આ એપનો બેઝિક સ્ટોરેજ અને કેમરા પરમિશન આપ્યા બાદ માત્ર કોઈ ડૉક્યૂમેન્ટ પર કેમરા પોઈન્ટ કરવાનો હોય છે. ત્યારબાદ તેને સ્કેન કરી PDF ફોરમેટમાં પણ સેવ કરી શેર કરી શકો છો. તમે તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકો છો.

Text કરી શકો છો Copy

આ એપમાં OCR ફીચર પણ આપવામાં આવ્યુ છે. જેની મદદથી સ્કેન કરવામાં આવેલ ડૉક્યૂમેન્ટમાં લખેલા ટેક્સ્ટ સરળતાથી કોપી થઈ શકે છે. સાથે જ આ એપમાં ડાર્ક મોડ થીમનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. આ એપમાં સ્કેન કરવામાં આવેલ ડૉક્યૂમેન્ટ્સને અલગ-અલગ ફોલ્ડર્સમાં અરેન્જ કરવાનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે. જેમાં ચાર કલર ફિલ્ટપ્સ પણ આપવામાં આવ્યા છે અને પ્લે સ્ટોર પર આ એપના 4.8 થી વધારે રેટિંગ્સ મળે છે. આ લગભગ 37 MB ની એપ છે.

READ ALSO

Related posts

કૃષિ બિલનો વિરોધ/ ગુજરાતમાં ખેડૂતોએ રોષ દાખવી માલ જ ન મોકલ્યો, મહેસાણામાં સૌથી વધારે અસર

pratik shah

SBIના ગ્રાહક ધ્યાન આપો! 1 ઓક્ટોમ્બરથી બદલાઈ જશે આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

Arohi

બિહાર ઈલેક્શન: Corona દર્દીઓ પણ આપી શકશે વોટ, એક કલાક સુધી વધારવામાં આવી સમય મર્યાદા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!