GSTV

કસોટીની પ્રેરણાની સગાઈના ફોટા વાયરલ, કોણ છે આખરે ‘મિસ્ટ્રી લવર’ ?

ટેલીવુડના સૌથી લોકપ્રિય શો ‘કસોટી જિંદગી કી’ જીંદગીની પ્રેરણાએ એટલે કે, એરિકા ફર્નાડિસે એક પોસ્ટ કરી ખળભળાટ મચાવી દીધો છે. આ પોસ્ટમાં તેણીએ પ્રેમીનો હાથ પકડી જોવા મળી રહી છે. જો કે, ફોટોમાં એરિકાનો પ્રેમી જોવા મળી રહ્યો નથી. સાથે જ ફોટામાં કોઈને પણ ટેગ કરવામાં આવ્યા ન હોવાથી તેથી તે ખબર નથી પડી રહી કે, આ શખ્સ કોણ છે, પરંતુ કેપ્શનમાં એ તો, સ્પષ્ટ છે કે, તેણી કોઈના પ્રેમમાં છે અને તેમનો આ સંબંધ ખૂબ જ મજબૂત છે.

એરિકાએ કેપ્શનમાં લખ્યું છે કે, જ્યારે હુ તારી સાથે હોવ છું, તો હુ અલગ રીતે અભિનય કરુ છું. હુ હંમેશા વધારે સ્માઈલ આપુ છુ અને ખુશ રહું છું. હુ તારી સાથે મારી નકલી સ્માઈલ હંમેશા માટે છોડી શકુ છું. કારણ કે, હું ખુદને તારી સાથે વધારે સુરક્ષિત અને પ્રેમ મહેસુસ કરુ છુ. તારી સાથે વાત કરવી સરળ છે અને તમે મારી વાતોને સાંભળો છો. તુ ખરેખર મારી બધી જ વાતો સાંભળે છે, મને લાગે છે કે, તુ ઢોંગ નથી કરતો. હું ખરેખર તમારી સાથે ખુશ છું.

ફિલ્મ ઉદ્યોગના ઘણા લોકોએ એરિકાને અભિનંદન આપ્યા છે. જેમાં એકતા કપૂરનો પણ સમાવેશ થાય છે. જો કે, ફેન્સ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે કે, આ માણસ કોણ છે? ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ઘણા લોકો સાથે એરિકાના સંબંધો અંગેની અટકળો ચાલી રહી હતી. જો કે, એરિકા હંમેશાં તેના ડેટિંગના સમાચારને નકારી કાઢ્યા હતા. હવે જોવું રહ્યું કે, એરિકા ક્યારે ફેન્સને આ વ્યક્તિ વિશે કહે છે.

જો કે, કેપ્શનમાં તેણીએ એમ પણ લખ્યું છે કે, જો તમે વિચારી રહ્યા છો કે, સગાઈ થઈ છે તો તે થયું નથી’.

READ ALSO

Related posts

કાળા બજારીઓ પર ગૃહ મંત્રાલયનો સકંજો, દરેક રાજ્ય સરકારને કરવામાં આવ્યો આ આદેશ

Arohi

સુખી સંપન્ન લોકો સરકારી સહાય જતી કરે, જેથી રાજ્યમાં કોઈ ભૂખ્યો ન સૂવે

Pravin Makwana

કોરોનાના યોદ્ધાઓ કેટલી મુશ્કેલ પરિસ્થિતિમાં તેનો ખ્યાલ પણ નહી હોય, આ ફોટો જોઈ આંખમાંથી નીકળી જશે આંસુ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!