GSTV
Home » News » Photos: સોમનાથ-જેતપુર ફોરટ્રેક બન્યો રોલરકોસ્ટર રાઈડ, અહીંથી પસાર થયા બાદ જરૂર પડશે કમરના પટ્ટાની

Photos: સોમનાથ-જેતપુર ફોરટ્રેક બન્યો રોલરકોસ્ટર રાઈડ, અહીંથી પસાર થયા બાદ જરૂર પડશે કમરના પટ્ટાની

માળીયા તાલુકાના જળકા ગામેથી સોમનાથ જેતપુર ફોરટ્રેક આવેલ છે અને આ ફોરટ્રેક છેલ્લા એકાદ માસથી અતિ બિસ્માર હાલતમાં છે જેથી જળકા ગામના લોકો તથા વાહન ચાલકો મુશ્કેલી ભોગવી રહ્યા છે અહીંથી રોજ સોમનાથ જતા હજારો યાત્રાળુઓ નીકળે છે. અને વેરાવળની રેયોન કંપનીની હજારો ટ્રકો અવન જવન દરરોજ માટે કરી રહી છે.

પરંતુ આ ફોરટ્રેક રોડ છેલ્લા એકમાસથી અતિ બિસ્માર હાલતમાં હોવા છતા અહી કોઇ ફોરટ્રેક અધિકારીઓ દ્વારા ધ્યાન ન દેવાનું સામે આવી રહ્યું છે.

તો બીજીતરફ જળકા ગામથી ટોલનાકા 15 કીલોમીટર દુર છે જળકા ગામના લોકો કહી રહ્યા છે કે પંદર કીલોમીટરના ગામડાઓને ટોલ માફ હોય છે પરંતુ અહીં ટોલટેક્ષ વસુલાત કરાઇ રહ્યો છે.

જ્યારે ટોલ ભરતા હોવા છતાપણ રસ્તો બિસ્માર હાલતમાં છે જેથી આ રસ્તાને તાત્કાલીક રીપેર કરવાની માગ જળકા ગ્રામજનો દ્વારા કરાઇ રહી છે વળી સાથેસાથે આ ગામના વાહનોને ટોલ માફ કરવાની પણ ગ્રામજનો દ્વારા માગ કરાઇ રહી છે.

Related posts

ગિરના સિંહોના વર્તનમાં માતબર પરિવર્તન, ઉંમર પણ વધી અને બચ્ચાઓને જન્મ આપવાની સંખ્યા પણ વધી

Mayur

શાહી ટ્રેનમાં ફરવાનું સપનું થશે પૂર્ણ, ભાડું સામાન્ય લોકોને પોસાય તેવું

Dharika Jansari

અમદાવાદમાં 9 વર્ષમાં દારૂની પરમીટ મેળવવામાં પુરૂષોની સંખ્યા ઘટી પણ સામે મહિલાઓની સંખ્યામાં તોતિંગ વધારો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!