કોઈ અભિનેત્રીથી ઓછી સુંદર નથી રાજ ઠાકરેની ભાવિ પુત્રવધુ

રાજ ઠાકરેની ભાવિ પુત્રવધુ મિતાલી બોરૂડે અંગે જાણવા માટે દરેક લોકો ઉત્સાહિત છે. બંનેના લગ્ન 27 જાન્યુઆરીએ મુંબઈમાં થશે.

રાજ ઠાકરેની ભાવિ પુત્રવધુ મિતાલી બારૂડે અંગે જાણવા માટે દરેક લોકો ઉત્સાહિત છે. શું અમિત અને મિતાલીનો આ પ્રેમ વિવાહ છે? તેઓ પ્રથમ વખત ક્યાં મળ્યા હતા? આ જાણવા માટે દરેક લોકો ઉત્સાહિત છે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે મુંબઈની ફેશન ડિઝાઈનર મિતાલી બોરૂડેની સાથે લગ્ન કરવા જઇ રહ્યાં છે. બંનેના લગ્ન 27 જાન્યુઆરીએ મુંબઈમાં થશે.

દાદરમાં રાજ ઠાકરેના નિવાસ કૃષ્ણ કુંજમાં એક પારિવારિક સમારોહમાં બંનેની 11 ડિસેમ્બર 2017ના રોજ સગાઇ થઈ હતી.

મિતાલી પ્રખ્યાત બાળ રોગ નિષ્ણાંત ડૉ. સંજય બોરૂડેની પુત્રી છે.

તેણી રાજ ઠાકરેની પુત્રી ઉર્વશી ઠાકરેની નજીકની મિત્ર છે.

તેમણે થોડા વર્ષ પહેલા એક રેડી ટૂ વેઅર લેબલ- ‘ધ રેન્ક’ લૉન્ચ કર્યુ હતું.

મિતાલીએ રૂપારેલ કૉલેજથી પોતાની ડિગ્રીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.

મિતાલી પોતાના સસરા રાજ ઠાકરે અને સાસુ શર્મિલા ઠાકરેની સાથે યૂરોપ ટૂર પર ગઇ હતી.

અમિત અને મિતાલીના લગ્નનું આમંત્રણ આપવામાં રાજ ઠાકરે વ્યસ્ત છે.

પોતાના મિત્રોની સાથે ઘણી જગ્યાએ બંનેએ એકસાથે રજાઓ મનાવી છે. જેની તસ્વીરો મિતાલીએ પોતાના ફેસબુક પર શેર કરી છે.

હાલમાં જ રાજ ઠાકરે પોતાના ભાઈ ઉદ્ધવ ઠાકરેને લગ્નનું આમંત્રણ આપવા માટે માતોશ્રી ગયા હતાં.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter