GSTV
Home » News » photos: ખેડૂતોનો પિત્તો ગયો, એકસામટા 200થી પણ વધારે સંગઠનોએ કરી દિલ્હીમાં કૂચ

photos: ખેડૂતોનો પિત્તો ગયો, એકસામટા 200થી પણ વધારે સંગઠનોએ કરી દિલ્હીમાં કૂચ

હવે ખેડૂતોનો મગજ આસમાને છે અને સરકાર પર ખુબ રોષે ભરાયાં છે. દેશભરના હજારો ખેડૂતો દિલ્હીના અલગ અલગ સરહદી વિસ્તારોમાંથી પગપાળા થઇને દિલ્હીના રામલીલા મેદાન પહોંચ્યા છે. જ્યાંથી તેઓ સંસદનો ઘેરાવ કરવા જઈ રહ્યા છે.

ખેડૂતોની સંસદ કૂચને જોતા સંસદ પરિસરની આસપાસના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ખેડૂતોના આ મહામાર્ચના કારણે દિલ્હીમાં કેટલાક સ્થળોએ ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઇ હતી.

દેશભરમાંથી હજારો ખેડૂતો અખિલ ભારતીય ખેડૂત સંઘર્ષ સંકલન સમિતિ (એઆઈકેએસસીસી)ના બૅનર લઈને દિલ્હીનાં સંસદમાં પહોંચવાનાં છે. અહીં લગભગ 200થી પણ વધુ સંગઠનો એકઠા થયા છે અને દિલ્હી જવા માટે નીકળી ગયાં છે.

તેઓ સંપૂર્ણ લોન માફી સાથે પાકની કિંમત દોઢ ગણી વધારે આપો એવી માંગ કરવાનાં છે. અને પેલી બાજુ દિલ્હી પોલીસે ખેડૂતોને નવી દિલ્હીમાં પ્રવેશ કરવાની મંજૂરી પણ આપી નહોતી પરંતુ પછીથી તેને મંજૂરી આપી છે.

ખેડૂતોના આંદોલનના પગલે 35 હજારથી વધુ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. તેમ છતા ખેડૂતો સંસદને ઘેરવા મક્કમ છે. જેને જોતા ખેડૂતો અને સુરક્ષા કર્મીઓ વચ્ચે ઘર્ષણ થવાની શક્યતા છે.

પોલીસના વરિષ્ઠ અધિકારના જણાવ્યા પ્રમાણે મધ્ય અને નવી દિલ્હીમાં વધારે પોલીસ જવાનને તૈનાત કરવામાં આવ્યા છે. ખેડૂત માર્ચના આયોજકો પણ સ્પષ્ટ કહી ચુક્યા છે કે તેઓ કોઇ પણ ભોગે સંસદ સુધી માર્ચ કરીને રહેશે.

ખેડૂતો બે વિશેષ માંગણીઓ સાથે રામલીલા મેદાનમાં એકત્ર થયા છે.

ખેડૂતોનું કહેવું છે કે સરકાર સંસદનું વિશેષ સત્ર બોલાવીને પાકના યોગ્ય ભાવની ગેરેન્ટી તેમજ દેશભરના ખેડૂતોનું દેવુ એકસાથે માફ કરવા માટે કાયદો બનાવે.

ઘણા સ્થળોએ થયો ટ્રાફિક ચક્કાજામ

ગાઝીયાબદ એસ.એસ.પી. ઉપેન્દ્ર અગ્રવાલે કહ્યું કે ખેડુતનાં આંદોલનનાં કારણે દિલ્હીમાં ઘણા સ્થળોએ પરિવહન પ્રતિબંધિત કરવો પડ્યો છે.

મજનુંનો ટીલો, ચંડીગ રામ અખાડા, કશ્મીરી ગેટ આઇએસબીટી, સમાલખા, ​​એન.એચ. 8, ધૌલા કુઆન, નોઇડા જેવા વિસ્તારમાં ટ્રાફિક પોલીસને પરિવહન વ્યવસ્થામાં ગોઠવી દેવાયાં છે. અને ટ્રેક્ટર ટ્રોલીને પ્રવેશવાની મંજૂરી આપવામાં નથી આવી.

અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિની રેલીમાં સામેલ થનારા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું કે દેશના જુદા જુદા ભાગોમાંથી 201થી વધુ સંગઠનો એક સાથે આવ્યા છે અને તેમણે ખેડૂતોની માગણી પૂર્ણ કરવા માટે અવાજ બુલંદ કર્યો છે.

આ આંદોલનમાં ખેડૂતો ઉપરાંત ડોક્ટર, વકીલ, પૂર્વ સૈનિક, વિદ્યાર્થીઓ સહિત સમાજના તમામ વર્ગોના લોકો સામેલ છે.

WATCH ALSO

Related posts

રણબીર માટે આટલી ઘેલી છે આલિયા ભટ્ટ, સાથે કામ કરવા માટે પાર કરી નાંખી તમામ હદો

Bansari

રોડ શો સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભર્યુ ઉમેદવારી પત્રક

Arohi

PM મોદીની વેબસીરિઝ પર પ્રતિબંધ

Riyaz Parmar