GSTV
Home » News » PHOTOS: બેંગ્લોરમાં એરશો દરમિયાન દુર્ઘટનામાં ટકરાયા બે પ્લેન, જુઓ કઈ રીતે થયાં જમીનદોસ્ત

PHOTOS: બેંગ્લોરમાં એરશો દરમિયાન દુર્ઘટનામાં ટકરાયા બે પ્લેન, જુઓ કઈ રીતે થયાં જમીનદોસ્ત

બેંગાલુરૂમા એર શો દરમ્યાન મોટી દુર્ઘટના સર્જાઈ છે વાયુ સેનાનું વિમાન સૂર્ય કિરણ ક્રેશ થયું છે. યેલાહંકા એરપોર્ટ પરથી ઉડાન ભરતાની સાથે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ હતી. 27મી મે, 1996માં સૂર્યકિરણ વિમાનની ટીમની રચના કરવામાં આવી હતી.

2015માં સુર્યકિરણને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા હતા. સૂર્ય કિરણે શ્રીલંકાથી સિંગાપુર સુધી 450 જેટલા એરશો કર્યા છે. આ વિમાનનું નિર્માણ એચએએલ દ્વારા કરવામાં આવ્યુ છે. સૂર્ય કિરણની ગતિ 400થી 500 કિમી પ્રતિ કલાક છે.

જોકે, સદનસિબે વિમાનમાં સવાર બન્ને પાયલોટનો બચાવ થયો છે. ત્યારે એર શોની પ્રેક્ટિસ દરમ્યાન બન્ને વિમાન આમને સામને આવી જતા ટકરાયા હતા. જેથી આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ હતી.

મહત્વપૂર્ણ છે કે, બેંગાલુરૂમાં દ્વિતિય વાર્ષિક એર શો 20થી 24મી ફેબ્રુઆરી સુધી યોજાવાનો છે. એર શોમાં એરોસ્પેસના ઉત્પાદકો રજૂ કરવામાં આવશે. આ એરશો પણ તમામની નજર મંડાયેલી છે કેમ કે, આ એર શોમાં રફાલ વિમાન પણ રજૂ થવાનું છે.

આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તમને જણાવી દઇએ કે આ ઘટના યેલહંરામાં ચાલી રહેલા એર શો માં ઘટી છે. જ્યાં સૂર્યકિરણ સામસામે ટકારાઈ ગયા છે. ઉડતાંની સાથે જ આ દુર્ઘટના ઘટી હતી.

READ ALSO

Related posts

યમનના હુત્તી બળવાખોરોએ સાઉદી અરેબિયાના એરપોર્ટ પર ડ્રોન હુમલો કર્યો

Path Shah

વિપક્ષને ચૂંટણી પંચનો ઝટકો, મતગણતરીના અંતે જ મેળવવામાં આવશે VVPAT અને EVM

Bansari

ZOMATO ઉપર નવા PMનું નામ કહો અને ફૂડ ઓર્ડર પર મેળવો ડિસ્કાઉન્ટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!