GSTV
Home » News » મલેશિયાની રાજધાની કુઆલાલુમ્પુરમાં કરવામાં આવી સુપર હિરોઝ ડેની ઉજવણી

મલેશિયાની રાજધાની કુઆલાલુમ્પુરમાં કરવામાં આવી સુપર હિરોઝ ડેની ઉજવણી

મલેશિયાની રાજધાની કુઆલાલુમ્પુરનાં ગેન્ટીંગ હાઈલેન્ડસ રિસોર્ટમાં ૮૦માં સુપર હિરોઝ ડેની ઉજવણી કરવામાં આવી હતી.

સુપર હિરોનાં પોશાકમાં સજ્જ બનીને લોકો ઉમટયા હતાં

જેમાં હજારો ચાહકો બેટમેન, સુપરમેન, સ્પાઇડરમેન, ધ હલ્ક, કેપ્ટન અમેરિકા, આયર્ન મેન સહિતનાં સુપર હિરોનાં પોશાકમાં સજ્જ બનીને ઉમટયા હતાં.

ચાહકો સુપર હિરો જેવા અંદાઝમાં ફોટોશૂટ કરાવતા જોવા મળ્યા હતાં

આ લોકો જાણે કોમિકની ફેન્ટસી દુનિયામાં જીવતા હોય તેમ સુપર હિરો જેવા અંદાઝમાં ફોટોશૂટ કરાવતા જોવા મળ્યા હતાં. આ માટે ખાસ સ્ટુડિયો પણ તૈયાર કરવામાં આવ્યો હતો

આ સ્ટુડિયોમાં સુપરહિરોનાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા

આ સ્ટુડિયોમાં સુપર હિરો આધારીત ફિલ્મોનાં પોસ્ટરો તેનાં કલાકારોએ પહેરેલા કોસ્ચ્યુમ્સ, તે ઉપરાંત તે ફિલ્મોનાં વિલનોએ પહેરલા પોશાક પણ અહીં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

દેશ વિદેશનાં પર્યટકો પણ આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા

આ વિશાળ રિસોર્ટમાં સૌ કોઈ કોમિક કેરેકટરના ખ્યાલમાં ખોયાવેલા હોય તેમ પોતાની મસ્તીમાં મસ્ત જોવા મળતા હતાં દેશ વિદેશનાં પર્યટકો પણ આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.

Read Also

Related posts

ભારતમાં બંધ થઈ રહ્યા છે પોપ્યુલર બ્રાન્ડનાં આ સિરીઝનાં ફોન, જાણો તે કયા છે ફોન

Path Shah

શું રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફને હટાવવાની તૈયારી થઈ રહી છે, બીસીસીઆઈએ આપ્યો આ સંકેત

Nilesh Jethva

મોનસુનમાં આ વસ્તુનુ ધ્યાન રાખશો તો રહેશો બીમારીઓથી દુર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!