બોલીવુડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરાએ બુધવારે એક પૂત્રને જન્મ આપ્યો તે તેમનું બીજુ બાળક છે. આ પહેલા આ કપલને મીશા કપૂર નામની એક 2 વર્ષની દિકરી પણ છે.
શાહીદ અને મીરાના ઘરે બીજી વખત પારણુ બન્ધાયા બાદ તેમના ફેન્સ અને શુભચિંતકોએ તેમને શુભકામનાઓ પણ આપી હતી. શાહિદે પુત્રનું નામ જૈન કપૂર રાખ્યું છે. શુક્રવારે મીરાને હોસ્પિટલ માંથી રજા મળી ગઈ છે.
બુધવારથી જ શાહિદ કપૂરના ઘરે આવેલા આ નાનકડા મહેમાનના નામ માટે સોશિયલ મીડિયા પર અનેક ક્યાસ લગાવવામાં આવ્યાં. પરંતુ શાહિદ અને મીરાએ પહેલાંથી જ પોતાના દિકરાનું નામ વિચારી રાખ્યું હતું. તેમણે દિકરાનું નામ ઝૈન (Zain) રાખ્યું છે.
જો કે ચોક્કસપણે એવું ન કહી શકાય કે આ નામનો અર્થ શું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ અરબી અથવા હિબ્રુ શબ્દ છે જેનો અર્થ છે અનિશ્વિત છે.
શાહિદે ટ્વિટર પર જણાવ્યું કે ‘ઝૈન કપૂર અહી આવી ગયો છે અને હવે પરિવાર પૂર્ણ થયું છે. તમામની શુભેચ્છા અને આશીર્વાદ માટે આભાર. અમે ખુશ છીએ. સૌને પ્રેમ.’
ઉલ્લેખનીય છે કે મીરાએ અગાઉ 26 ઓગસ્ટ 2016ના રોજ મીશાને જન્મ આપ્યો હતો.
શાહિદે 7 જુલાઇ 2015ના રોજ દિલ્હીની રહેવાસી મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતાં.
ટ્વીટર યૂઝર્સે શાહિદ મીરાને ઘણા નામના ઑપ્શન્સ પણ આપ્યા હતા. તેના દ્વારા અંદાજો લગાવી શકાય છે કે ફેન્સ એક્ટર્સના ઘરે આવેલી ખુશી માટે કેટલા એક્સાઈટેડ છે.