GSTV

Vastu Tips: આ 5 ‘ગંદી આદતો’ને લીધે અટકે છે પ્રગતિ, ચેતી જજો તમે તો નથી કરતાને આ ભૂલો?

Last Updated on September 12, 2021 by Pritesh Mehta

Vastu Tips: ધનના દેવી લક્ષ્મી ખુબ જ ચંચળ છે આજે અહીં તો કાલે ત્યાં. તેમને આપણી પાસે રોકી રાખવા માટે હંમેશા તેમની કૃપા પ્રાપ્ત કરતા રહેવું મુશ્કેલ હોય છે. તેમાં પણ જો વ્યક્તિ કોઈ એવા કામ કરતા હોવ કે જે માં લક્ષ્મીને તદ્દન નાપસંદ હોય તો ત્યારે માં લક્ષ્મીને તેનાથી દૂર થતા સમય નથી લાગતો. સ્વાભાવિક છે કે જ્યાં દેવી લક્ષ્મી નથી હોતા ત્યાં ગરીબાઈ અને દુઃખ અપાર હોય છે. તમે જાણો છે કે એવી કઈ આદતો છે જે વ્યક્તિને ગરીબ બનાવે છે.

પથારીમાં ભોજન કરવાથી

Vastu Tips:

દેવી અન્નપૂર્ણા માં લક્ષ્મીનું જ એક રૂ છે. પથારીમાં બેસીને જમવાથી અન્નનું અપમાન થાય છે અને માં લક્ષ્મી તેનાથી નારાજ થાય છે. ભોજન હંમેશા સન્માનજનકરીતે જ આસાન પર કે ટેબલ ખુરસી પર બેસીને જ કરવું જોઈએ. પથારીમાં બેસીને જમવાથી દેવું વધે છે એસ્થે જ વ્યક્તિ બીમારીઓનું પણ ઘર બને છે.

રસોડામાં એઠા વાસણ મૂકી રાખવા

ઘા ઘરોમાં રાત્રે જમ્યા પછી રસોડામાં જ એઠા વાસણ મૂકી રાખવામાં આવે છે. આમ કરવાથી માં અન્નપૂર્ણાનું અપમાન થાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ રાત્રે હંમેશા રસોડું સ્વચ્છ કરી દેવું જોઈએ. નહીંતર દેવી લક્ષ્મી રૂઠે છે અને ઘર ધનની કમી થાય છે.

ઘરની સામે ડસ્ટબીન રાખવું

જો તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે જ ડસ્ટબીન રાખવામાં આવે તો તુરંત તેને હટાવી ડો, નહીંતર દેવી લક્ષ્મી નારાજ થશે. તેનાથી પાડોશીઓ સાથે પણ સંબંધો બગાડતા વાર નહીં લાગે.

મહિલાઓનું અપમાન

જે ઘરમાં મહિલાઓનું અપમાન થાય છે ત્યાં દેવી લક્ષ્મી ક્યારેય વાસ નથી કરતા. એટલે મહિલાઓ ગરીબોનું ક્યારેય અપમાન ન કરો.

જમીન પર ન રાખો પૂજાનો સમાન

પૂજા દરમ્યાન ક્યારેય કોઈપણ સમાન જમીન પર ન રાખો. ભગવાનને સમર્પિત કરવામાં આવતી તમામ વસ્તુઓ થાળમાં જ રાખો.

સાંજે જ આપો આ વસ્તુઓ

curd

સાંજના સમયે ક્યારેય દૂધ, દહીં અને મીઠું કોઈને પણ ન આપવું જોઈએ. તેને કારણે ઘરમાંથી લક્ષ્મી જતી રહે છે.

(નોંધ: આ આર્ટિકલમાં આપવામાં આવેલ સૂચનાઓ સામાન્ય જાણકારી અને માન્યતાઓ પર આધારિત છે. જીએસટીવી તેની ખરાઈ કરતુ નથી.)


દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતનાસમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પરતમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

ALSO READ:

Related posts

સેલરી માટે પરેશાન યુવક સાથે માલિકની નિચલી કક્ષાની હરકત, પગારના નામે પકડાવી દીધી સિક્કાઓથી ભરેલી ડોલ

Zainul Ansari

PNBની ફેસ્ટિવલ બોનાન્ઝા ઓફર / હોમ ઓટો લોન ગ્રાહકો માટે માફ કાર્ય આ ચાર્જીસ, મળશે મોટો ફાયદો

Pritesh Mehta

આ દુકાનમાં મળે છે સોનાથી બનેલ ‘ગોલ્ડન મોદક’: કિંમત અને વિશેષતા જાણીને ચોંકી જશો તમે

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!