કોઈ પણ રિલેશન લાંબા સમય સુધી ત્યારે જ ઈમોશનલી કનેકટેડ ફિલ કરો છો. પ્રેમી અને પ્રેમિકાની વચ્ચે અટેચમેન્ટ વગર ફિલીંગ પેદા નહિ થઈ શકતી.એવામાં તમારે રિલેશનશીપ સ્ટ્રોંગ બનાવવી હોય તો વધારો સમય સાથે રહેવું પડશે નહિ તો એકબીજાનો સાથ છૂટી જાય છે. આવો જાણીએ એ રીતો વિશે જેની મદદથી તમે તમારા પાર્ટનરની કલોઝ થઈ શકો છો.

વાત છૂપાવવાની આદત છોડો
જો તમે દરેક બાબત પાર્ટનર સાથે શેર નથી કરતા તો તમારા સંબંધમાં ખટાશ પેદા થાય છે. બહેતર છે કે તમે તમારા જીવનસાથીથી કોઈપણ વાત છૂપાવશો નહિ. ટ્રાન્સપરન્સી જેટલી વધારે હશે તેટલો સંબંઘ પણ ઘેરો થશે.

નાની નાની વાતોને કરો ઈગ્નોર
જો તમે નાની નાની વાતોમાં ઝઘડા કરો છો તો તેનાથી તમારા સંબંધમાં તિરાડ પડે છે. સારું રહેશે કે તમે તમારા પાર્ટનરની નાની-મોટી ભૂલોને નજરઅંદાજ કરો. તેનાથી ડર ખતમ થઈ જશે અને તમે એકબીજાની નજીક આવી શકશો.

ખચકાટ દૂર કરો
જો તમે પોતાના દિલની વાત કહેવામાં ખચકાટ અનુભવો છો તો તે તમારા સંબંધને નુકશાન પહોચાડે છે, એટલે જ જરુરી છે કે પોતાની ફીલિંગ્સને શેર કરતી વખતો જરાક પણ ખચકાટ અનુભવશો નહિ.

રોમેન્ટિક મેમરી શેર કરો
જો તમારા રિલેશનશીપને ઘણો સમય થઈ ચૂકયો છો તો પછી રિચાર્જ માટે જૂની યાદોને તાજી કરો, રોમેન્ટિક મેમરી શેર કરવાથી રિલેશનમાં ફરી એક એકસાઈટમેન્ટ આવે છે.

સ્પેશિયલ ફિલ કરાવો
પોતાના પાર્ટનરને સમય સમય પર સ્પેશિયલ ફિલ કરાવવું ખૂબ જ જરુરી છે. તેમને કોઈ રોમેન્ટિક ડેટ પર લઈ જાઓ, પસંદના ગિફ્ટ આપો અને સરપ્રાઈઝ ટ્રાવેલ પ્લાન કરો. આનાથી તેમને અનુભવ થશે કે તેઓ તમારા માટે કેટલા ખાસ છે.
READ ALSO
- Viral Video/ બાઈકર ધુમ સ્ટાઈલમાં સ્ટંટ કરીને આગળ નીકળી ગયો, આ જોઈ પોલીસનું પણ માથું ચકરાઈ ગયું
- જાણો કેટલો ખતરનાક છે અમિત શાહને ધમકી આપનાર અમૃતપાલ સિંહ? ધરપકડ માટે ચાલી રહેલા અભિયાનનો આજે ત્રીજો દિવસ
- ભારત ઓસ્ટ્રેલિયા વન ડે સીરિઝ વચ્ચે ભારત માટે ખુશખબરી, ત્રીજી મેચ પહેલા ટીમ સાથે જોડાશે આ દિગ્ગજ
- વડોદરા / નાણાની ઉઘરાણી મુદ્દે બે શખ્સોએ બીએમડબલ્યુ કારને નુકસાન પહોંચાડી કારચાલક પર કર્યો હુમલો
- VIDEO/ આરામ ફરમાવી રહ્યો હતો “પાણીનો દૈત્ય”, ચિત્તાએ કર્યો વાર; પળભરમાં કામ કર્યું તમામ