આલિયા ભટ્ટ બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે, ઘણી મહિલાઓ તેના જેવી સુંદર બનવા માંગે છે. જો તમે આલિયાની જેમ ગ્લોઇંગ સ્કિન મેળવવા માંગો છો તો આ 4 ફેસ પેક ઘરે જ તૈયાર કરો અને સ્કિનની Deep Cleaning કરો.

હળદર અને ટામેટા
હળદરમાં હાજર આયુર્વેદિક ગુણો પિગમેન્ટેશન અને ટેન દૂર કરે છે અને ટામેટાંનો ઉપયોગ Deep Cleaning માં મદદ કરે છે. આ માટે એક ટામેટાને પીસીને તેમાં હળદર અને નારિયેળનું તેલ મિક્સ કરો અને લગભગ 15 મિનિટ સુધી ચહેરા પર લગાવો અને ધોઈ લો.

દહીં અને મુલતાની મિટ્ટી
મુલતાની માટી અને દહીં બંને ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ બંનેને મિક્સ કરીને ફેસ પેક તૈયાર કરો અને તેને 20 મિનિટ સુધી ચહેરા પર રાખો અને છેલ્લે ચહેરો ધોઈ લો.

મધ અને એપલ સીડર વિનેગર

તમે એપલ સીડર વિનેગરને સમાન માત્રામાં મધ સાથે મિક્સ કરો. હવે આ ફેસ પેકને ચહેરા પર લગાવો અને લગભગ 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. તેનાથી ચહેરો સાફ અને મોઈશ્ચરાઈઝ થશે.

હળદર અને લીંબુનો રસ
આ માટે એક બાઉલમાં લીંબુનો રસ નીચોવો અને તેમાં એક ચમચી હળદર મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે તેને લગભગ 15 મિનિટ સુધી ચહેરા પર લગાવો અને તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો, તેનાથી ચહેરો ડીપ ક્લિનિંગની સાથે એક્સફોલિએટ થઈ જશે.
READ ALSO
- તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી
- લંડનમાં ખાલિસ્તાનના વિરોધમાં હજારો ભારતીયો તિરંગો લઈને ભારતીય દૂતાવાસ બહાર ઉમટી પડ્યાં, બ્રિટિશ પોલીસકર્મીઓએ પણ ‘જય હો’ પર કર્યો ડાન્સ
- Breaking: દિલ્હી-NCRમાં અનુભવાયા ભૂકંપના ઝટકા, ઘણી વખત સુધી હલી ધરતી
- ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?
- રોકાણકારોને સોનાએ કર્યા માલામાલ, ગોલ્ડે આપ્યું 5 વર્ષમાં 100% રિટર્ન, નિફ્ટીએ 55 ટકા જ્યારે સેન્સેક્સે 75 ટકા વળતર આપ્યું