GSTV

પેમેન્ટ એપ્સ વચ્ચે રસાકસી : Google pay ને પછાડી PhonePe ટોપ પર, જાણો કેટલાં કરોડનું કર્યું ટ્રાન્ઝેક્શન

PhonePe

ફોન પે (PhonePe) એ યુનીફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) એપ મામલામાં ગૂગલપેને પછાડી દીધી છે. નેશનેલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડીયા (NPCI) દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર ડિસેમ્બર મહીનામાં PhonePe થી 90.20 કરોડ ટ્રાન્ઝેક્શન થયા અને તેના આધારે 1 લાખ 82 હજાર કરોડ રૂપિયાની લેણદેણ કરવામાં આવી. (NPCI) ના આંકડાઓ અનુસાર ડિસેમ્બરમાં UPI ના માધ્યથી રેકોર્ડ 223 કરોડથી પણ વધારે ટ્રાન્ઝેક્શન થયું છે. જેના આધારે 4 લાખ 16 હજાર કરોડ રૂપિયાથી પણ વધારે લેણદેણ થઇ છે.

Google Pay થી 1 લાખ 76 હજાર કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું

ડિસેમ્બર મહીનામાં ગૂગલપેથી 85.44 કરોડ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું અને તેના આધારે કુલ 1 લાખ 76 હજાર કરોડ રૂપિયાની લેણદેણ કરવામાં આવી. નવેમ્બર મહીનામાં ગૂગલપેના આધારે 96 કરોડ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું. જે ડિસેમ્બર મહીનાને મુકાબલે 11% વધારે હતું. નવેમ્બરમાં PhonePe દ્વારા 86.84 કરોડનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું.

નવેમ્બરમાં UPI ના આધારે 221 કરોડથી પણ વધારે લેણદેણ

NPCIના આંકડાઓ અનુસાર નવેમ્બરમાં UPIના આધારે રેકોર્ડ 221 કરોડથી પણ વધારે ટ્રાન્ઝેક્શન થયું હતું. જેના દ્વારા 3 લાખ 90 હજાર કરોડ રૂપિયાથી વધારે લેણદેણ થઇ. આ સાથે ઓક્ટોબર મહીનામાં અંદાજે 210 ટ્રાન્ઝેક્શન થયા હતાં. આ ટ્રાન્ઝેક્શનને આધારે 3 લાખ 86 હજાર કરોડ રૂપિયાથી વધારે લેણદેણ થઇ હતી.

UPI માર્કેટના 78% ભાગ પર ગુગલ અને PhonePe નો કબ્જો

ગૂગલ અને ફોન પે એપથી UPI માર્કેટ પર કબ્જો જમાવવામાં આવ્યો છે. ડિસેમ્બરમાં થયેલા કુલ UPI ટ્રાન્ઝેક્શનમાં આ બંનેની ભાગીદારી 78% હતી. આ સાથે UPIના આધારે કરવામાં આવેલી લેણદેણમાં તેની ભાગીદારી 86% રહી.

READ ALSO

Related posts

જાણવા જેવું/ Telegram આપી રહી છે Whatsappને ટક્કર, એપમાં સામેલ કરાયા આ શાનદાર સેફ્ટી ફીચર

Sejal Vibhani

ઉર્જાપ્રધાને જાહેર સભામાં ભાજપના અસંતુષ્ટ આગેવાનોનો ઉધડો લીધો, ‘ટિકીટ ન મળી એટલે તમે થઇ ગયા કોંગ્રેસી!’

pratik shah

ચેતજો / પીએમ મોદીનો ચહેરો, અશોક સ્તંભ… મુદ્રા લોનના ચક્કરમાં કયાંક તમે ન થઈ જાઓ છેતરપિંડીનો શિકાર…

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!